આજે છે સોમવતી અમાવસ, ભૂલથી પણ ન કરશો આ કામ - Sandesh
  • Home
  • Astrology
  • આજે છે સોમવતી અમાવસ, ભૂલથી પણ ન કરશો આ કામ

આજે છે સોમવતી અમાવસ, ભૂલથી પણ ન કરશો આ કામ

 | 3:40 pm IST

હિંદુ પચાંગ અનુસાર અમાવસ અને પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે. 16 એપ્રિલ એટલે કે આજે ચૈત્ર મહિનાની અમાવસ છે અને આજે સોમવાર પણ છે, જ્યારે અમાવસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાવસ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં અમાવસ પર પવિત્ર નદીઓમાં ન્હાવા અને દાન કરવા વિશે બતાવવામાં આવ્યુ છે. તો આવો જાણીએ સોમવતી અમાવસ પર શુ કરવું જોઇએ અને શું નહી.

સોમવારનાં દિવસે અમાવસ આવવાના કારણે તેનું મહત્વ વધી જાય છે માટે આ દિવસે શિવલિંગ પર તાંબાનાં વાસણમાં જળાભિષેક કરવો જોઇએ અને પીપળના ઝાડ પર પણ.

સોમવતી અમાવસના દિવસે નદીમાં સ્નાન કરવું જોઇએ અને આ દિવસે હનુમાનજી સામે તેલનો દિવો કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તી થાય છે.

શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે, અમાવસની રાત્રે ભૂલથી પણ કોઇ સૂનસાન સ્થાન પર જવું જોઇએ નહી કારણ કે અમાવસવાળી રાત્રે નકારાત્મક શક્તિઓ સૌથી વધારે સક્રિય રહે છે.

અમાવસવાળા દિવસે કોઇને પણ અપશબ્દ અથવા કોઇની પણ સાથે વિવાદમાં પડવું જોઇએ નહી.