Today is World Arthritis Day
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે વિશ્વ આર્થરાઈટીસ દિવસ: લોકોમાં આ ઝડપથી વધતી બિમારીઓમાંની એક

આજે વિશ્વ આર્થરાઈટીસ દિવસ: લોકોમાં આ ઝડપથી વધતી બિમારીઓમાંની એક

 | 9:57 am IST
  • Share

  • ‘આર્થરાઈટીસ’ (સાંધાના દુઃખાવાની બીમારી) એ વિશ્વવ્યાપી તેમજ ઝડપથી વધતી બિમારીઓમાંની એક છે

  • ૫૫ વર્ષથી વધુ વયના ૧૦માંથી ૯ લોકોને સાંધાના દુઃખાવાની તકલીફ

  • લોકજાગૃતિ આવે તે ઉદેશ્યથી ‘આર્થરાઈટીસ દિવસ’ની ઉજવણી

‘આર્થરાઈટીસ’ (સાંધાના દુઃખાવાની બીમારી) એ વિશ્વવ્યાપી તેમજ ઝડપથી વધતી બિમારીઓમાંની એક છે. જે યુવાઓ તેમજ વધુ વજન ધરાવતા લોકો માટે એક ખતરા સમાન છે. તબીબોની કહેવા મુજબ 55 વર્ષથી વધુ વયના 10માંથી 9 લોકોમાં સાંધાના દુઃખાવાની તકલીફ જોવા મળે છે. જોકે, ‘આર્થરાઈટીસ’ (સાંધાના દુઃખાવાની બીમારી)ને લોકોમાં જાગૃતિ જોવા મળતી નથી. સાંધાના દુઃખાવાની બીમારીને લઈ લોકોમાં જાગૃતિ આવે તે ઉદેશ્યથી દર વર્ષે 12 ઓક્ટોબરના રોજ’વિશ્વ આર્થરાઈટીસ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1996 માં સૌ પ્રથમવાર ‘વિશ્વ આર્થરાઈટીસ દિવસ’ ઉજવવામાં આવ્યો હતો.

બદલાતી જીવનશૈલી, વજનમાં વધારો અને ખોટા આહારને કારણે આર્થરાઈટીસ રોગ ઝડપથી વધી રહ્યો છે. સાંધાના રોગ તરીકે ઓળખાતો આ રોગ અગાઉ મોટેભાગે વૃદ્ધ લોકોને થતો હતો. પરંતુ હવે યુવાવર્ગ પણ તેનો શિકાર બની રહ્યો છે. આર્થરાઈટીસના કારણે શરીરના સાંધામાં દુઃખાવો થાય છે, જેના લીધે હલનચલન પણ મુશ્કેલ બની જાય છે. તે શરીરના એક સાંધા અથવા ઘણા સાંધાને અસર કરી શકે છે.

આર્થરાઈટીસની બીમારીથી બચવાના ઉપાય

– જીવનશૈલીમાં ફેરફર લાવવો જરૂરી છે
– બહારનો આહાર તેમજ જંક ફૂડનું સેવન ઓછામાં ઓછું કરવું
– પૌષ્ટિક આહારનું સેવન વધુ કરવું.
– નિયમિત કસરત કરવી અને ફીટ રેહવું.

વજન ઓછુ રાખવુ ખુબ જરૂરી

બદલાયેલી જીવનશૈલી સાથે લોકોમાં આર્થરાઈટીસની બીમારીનું પ્રમાણ વધ્યું છે. મોટાભાગે ૫૫થી વધુ વયના લોકોમાં આ બીમારી જોવા મળે છે. આ વયજૂથના ૧૦માંથી ૯ લોકોમાં આર્થરાઈટીસની બીમારી દેખાય છે. આ બીમારીથી બચવા માટે વજન ઓછુ રાખવું ખુબજ જરૂરી છે અને કેલ્શીયમ મળતું હોય તેવા ખોરાક આરોગ્યપ્રદ ખોરાકનું સેવન કરવું જોઈએ. પલાટી મારીને તેમજ ઉબળક બેસવાનું ટાળવું અથવા ઓછુ કરી દેવું જોઈએ. જેને લીધે પણ આ લોકોમાં સાંધાના દુઃખાવાની સમસ્યા જોવા મળે છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો