today it of-mega-red-jignesh-shah-and-sanjay-shahs home
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં ITની મેગા રેડ, 2 મોટા એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 10 કરોડ જપ્ત

અમદાવાદમાં ITની મેગા રેડ, 2 મોટા એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 10 કરોડ જપ્ત

 | 12:30 pm IST

આજે અમદાવાદમાંથી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સવારે 6 સ્થળે એક સાથે કાર્યવાહી કરાતા શહેરમાંથી 10 કરોડની રોકડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

અમદાવાદના 2 મોટા જાણીતા એન્ટ્રી ઓપરેટરોને ત્યાં ITએ દરોડા પાડ્યા હતા. આ બે શહેરી ઓપરેટરોના નામ જીજ્ઞેશ શાહ અને સંજય શાહ છે. તેમના ઘરે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે તેમની પાસે રહેલા બ્લેકમનીનો પર્દાફાશ પણ થઇ શકે છે. આઈટી વિભાગને આ બન્નેના ઘરમાંથી 10 કરોડ જેટલી રોકડ રકમ હાથ લાગી છે.

મહત્વનું છે, કે ઇન્કમ ટેક્સ દ્વારા કરવામાં આવેલી રેડમાં શેરબજારાના મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે.