Today JEE Advanced Result 2019 to Be Declared
  • Home
  • Featured
  • JEE એડવાન્સની પરીક્ષાનું જાહેર થશે પરિણામ, આજે 1.50 લાખ વિદ્યાર્થીઓના ભાવિનો ફેસલો

JEE એડવાન્સની પરીક્ષાનું જાહેર થશે પરિણામ, આજે 1.50 લાખ વિદ્યાર્થીઓના ભાવિનો ફેસલો

 | 11:01 am IST

આજે JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. jeeadv.ac.in પરથી JEE એડવાન્સનું પરિણામ જાણી શકાશે. JEE એડવાન્સની પરીક્ષા IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આ વર્ષે દેશની 23 IITમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવાઈ હતી. JEE એડવાન્સની પરીક્ષા NTA અને IIT રૂરકીના ઉપક્રમે લેવાઈ હતી.

દેશભરની IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરિક્ષા લેવાઇ હતી. NTA અને IIT રૂરકીના ઉપક્રમે દેશની 23 IIT માં પ્રવેશ માટે મે મહિનામાં દેશભરની 12,000થી વધુ બેઠકો માટે પરીક્ષા લેવાઈ હતી. દેશભરમાંથી 1,50,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતમાંથી 8,000 જ્યારે અમદાવાદમાંથી 2,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન