Mukesh Ambani's RIL launches JioPhone 2 loaded with Facebook, Whatsapp and Youtube
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બ્રાન્ડેડ ફોનને ટક્કર આપવા JioPhone 2 લૉન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

બ્રાન્ડેડ ફોનને ટક્કર આપવા JioPhone 2 લૉન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

 | 12:28 pm IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ જિયો નેટવર્ક અંગે મોટી જાહેરાતો કરી છે. ગયા વર્ષે રિલાયન્સ એજીએમમાં જિયો ફોન લોન્ચ કરાયો હતો અને આ વખતે Jio Phone 2 લૉન્ચ કરી દીધો. મુકેશ અંબાણીએ માહિતી આપી કે જિયો ફોનને અત્યાર સુધી અઢી કરોડથી વધુ યુઝર્સ ખરીદી ચૂકયા છે. જિયો ફોન 2 ગયા વર્ષે આવેલ જિયો ફોનનું અપગ્રેડેડ વર્ઝન છે.

મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને દીકરા આકાશ અંબાણીએ જિયો ફોન સાથે જોડાયેલા નવા ફીચર્સની જાહેરાત કરી. જિયો ફોનમાં હવે ત્રણ નવા એપ્લિકેશન્સ વોટ્સએપ, ફેસબુક અને યુટ્યુબની મજા પણ મળશે. આકાશ અને ઇશા અંબાણીએ વૉઇસ કમાન્ડ દ્વારા ડેમો કરીને કહ્યું કે નવી એપ કેવી રીતે કામ કરે છે.

જિયો ફોન 2ના ભાવ અને ઉપલબ્ધ
Jio Phone 2નું વેચાણ 15મી ઑગસ્ટથી શરૂ થશે. મુકેશ અંબાણીએ એલાન કર્યું કે લૉન્ચ ઓફરની અંતર્ગત Jio Phone 2ને 2999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવશે.

જિયો ફોન 2 સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
નવા જિયો ફોન 2માં હોરિઝોન્ટલ સ્ક્રીન વ્યુઇંગ એક્સપીરિયન્સ મળશે. આ ફુલ ક્વાર્ટી કીપેડની સાથે આવે છે. નવો જિયો ફોન 2 ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ ફોનમાં એક લાઉડ મોનો સ્પીકર મળશે.

તેમાં 2.4 ઇંચ ક્યુવીજીએ ડિસ્પ્લે છે. ફોન કાઇ ઓએસ પર ચાલશે. ફોનને પાવર આપવા માટે 2000 એમએએચની બેટરી આપવામાં આવી છે. ફોનમાં 512 એમબી રેમ અને 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને એસડીકાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર વીજીએ અને 0.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપેલા છે.

જિયોના આ ફોનમાં વીઓએલટીઇ અને વીઓવાઇ-ફાઇ એટલે કે વોઇસ ઓવર વાઇ-ફાઇની મજા મળશે. આ સિવાય ફોનમાં એફએમ, વાઇ-ફાઇ, જીપીએસ અને એનએફસી જેવા ફીચર્સ પણ મળશે.