Today, Junagadh and Amreli rainfall Meteorological forecast
  • Home
  • Gujarat
  • ગુજરાતના ખેડૂતોને પડતા પર પાટુ, આજે ફરીથી આ જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

ગુજરાતના ખેડૂતોને પડતા પર પાટુ, આજે ફરીથી આ જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

 | 6:22 pm IST

ગુજરાતમાંથી મેઘરાજા જવાનું નામ લઈ રહ્યા નથી. રાજ્યના તમામ લોકોને ઝાટકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત, દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે રાજ્યમાં 4 અને 5 ડિસેમ્બરના રોજ વરસાદની આગાહી કરી છે.

જૂનાગઢના કેશોદમાં કમોસમી વરસાદ થયો છે. અજાબ અને કેવદરામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઇ છે. કપાસ, ચણા, જીરૂં, ધાણાંના પાકને ભારે નુકસાન થયું છે. જૂનાગઢના માળિયા હાટીનામાં માવઠાનો માર ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન બની ગયો છે. અમરાપુર, કાત્રાસા, આંબલગઢ, તરસિંગડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતા શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.

અરબ સાગરમાં ઉદભવેલ લો પ્રેશરને કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લાગવાયું છે. તારીખ 3થી લઈ 7 સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. દરિયો રફ બનવાના પગલે માછીમારોને સાવચેત કરાયા છે. હાલ અમરેલી જિલ્લાની કુલ 700 જેટલી બોટો દરિયામાં હોવાની માહિતી સામે આવી રહી છે. ચાર તારીખ બાદ વરસાદની આગાહી પણ મોસમ વિભાગ દ્વારા અપાઈ છે. અમરેલીના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. પીપાવાવ પોર્ટ, જાફરાબાદ બંદર પર સિગ્નલ લગાવાયું છે

અમદાવાદનાં હવામાન વિભાગનાં ડાયરેકટર, ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારો ગીર-સોમનાથ અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

હવે રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ લો પ્રેશર સક્રિય થયાં છે. જેમાંથી દક્ષિણ પશ્ચિમ તરફનું લો પ્રેશર 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 72 કલાકમાં સોમાલીયા તરફ આગળ વધશે. જ્યારે અન્ય દક્ષિણ પૂર્વમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થવાથી રાજ્યનાં કેટલાર વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યા છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રનાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી બાજુ ગુજરાત જ નહીં, તમિલાનાડુંમાં પણ ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. તમિલનાડુમાં તોફાની વરસાદના કહેરથી 25ના મોત થયા છે. તમિલનાડુંના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કોઈમ્બતુરમાં દીવાલ ધરાશાયી થતા 17ના મોત થયા હોવાની એક ઘટના સામે આવી છે. તમિલનાડુંમાં ભારે વરસાદના કારણે, ચેન્નઈ, તુતિકોરિન, કાંચીપુરમ, તિરૂવિલુરમાં સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપી દીધો છે. તમિલનાડુ, પુડ્ડુચેરીમાં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી પણ હવામાન વિભાગે આપી દીધી છે. હાલ દરિયાકિનારાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ યથાવત્ રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન