Today let's visit Maa Amba's beautiful Dham at Vadsma in Mehsana
  • Home
  • Featured
  • આજે દર્શન કરીએ મહેસાણાના વડસ્મા ખાતે આવેલ મા અંબાના સુંદર ધામના, Video

આજે દર્શન કરીએ મહેસાણાના વડસ્મા ખાતે આવેલ મા અંબાના સુંદર ધામના, Video

 | 8:54 am IST

આજે છે શુક્રવાર..અને આજથી શરુ થઇ રહ્યો છે શ્રી હરીને પ્રીય પુરુષોત્તમ માસ એટલે અધિક માસ..ત્યારે આજની આ યાત્રામાં આપણે કરીશું શક્તિ સ્વરુપાની ઉપાસના…સાથે જ મા અંબાના પાવનકારી ધામના દર્શન કરવા આપણે જઇશું મહેસાણાના વડસ્મા ગામે.

જગતની ઉત્પત્તીમાં શક્તિ સ્વરુપા જ કારણભુત છે…સનાતન ધર્મમાં શક્તિની ભક્તિ યુગોયુગોથી થતી આવી છે,..સ્વયં દેવોએ પણ દેવીની ભક્તિ કરીને શક્તિની પ્રાપ્તિ કરી છે ત્યારે આવા જ એક શક્તિ સ્વરુપાના પાવન રુપ મા ઉમિયાની આરતી કરી મન પાવન કરીએ.

જગતજનની મા અંબા જે ભક્તોનું કરે છે કલ્યાણ..ભક્તોને આપે છે કષ્ટમુક્ત રહેવાના આશીર્વાદ. મહેસાણના વડસ્મા ખાતે આવેલ છે મા અંબાનું સુંદર ધામ આ મંદિર પર ભક્તો ખુબ જ આસ્થા અને વિશ્વાસ રાખે છે.. સુંદર વસ્ત્રો,આકર્ષક અલંકાર અને આરસના પત્થરમાંથી બનેલી મુર્તિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે આ સ્થાનમાં મહિષાસુર મર્દિનીની પણ એક સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તો આવો જાણીએ કેવી રીતે અને ક્યારે થઈ આ મંદિરની સ્થાપના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન