Today marks the 21st anniversary of the end of the Kargil War fought on the high hills of Ladakh.
  • Home
  • Vishesh
  • લદ્દાખની ઊંચી પહાડીઓની ટોચ પર લડાયેલા કારગીલ યુદ્ધને ખતમ થયે આજે 21 વર્ષ પૂરા થયાં

લદ્દાખની ઊંચી પહાડીઓની ટોચ પર લડાયેલા કારગીલ યુદ્ધને ખતમ થયે આજે 21 વર્ષ પૂરા થયાં

 | 6:27 pm IST

21 વર્ષ પાકિસ્તનનીએ ગદ્દારીનો જવાબ ભારતીય સેનાએ ઇતિહાસ બનાવી દીધો. 21 વર્ષ એ શહાદતના જેમણે માતૃભુમિની રક્ષા માટે વ્હોરી દીધી. આજે કાર્ગીલ વિજય દિવસ છે. ભારતનો કોઇ નાગરિક આ દિવસથી અપરિચિત નહીં હોય. કેમ કે, દરેક ભારતીયના હૃદયમાં આ દિવસ શૌર્ય અને શક્તિની ઉર્જા સીંચે છે. આજનો આ દિવસ કારગીલમાં ભારતના ઇતિહાસનું એક સૌથી યાદગાર યુદ્ધની કહાની છે. આજે આપણે નમન કરવાનું છે ભારતના એ વીર સપુતો અને તેના બલિદાનને કેમ કે, આજે દિવસ છે વિજય દિવસ.

પરાક્રમ અને વિજય જેમના માટે પરંપરા છે. રાષ્ટ્રપ્રેમ શરીરમાં રક્ત બનીને દોડે છે. તિરંગો જેનો આરાધ્ય છે. સૌથી પાવન ભારતની આ ધરા.

એ યુદ્ધ હતું માતૃભુમિની રક્ષા માટે જ. ઘુસણખોરીના એ દુશાસહસને જવાબ આપવો જરૂરી હતો. એટલા માટે જ એ ઉંચા ઉંચા પહાડો પણ ભારતીય સેનાના મનોબળને ઓછું ન કરી શક્યા.

એક ક્ષણ માટે પણ આપણા અમર બલિદાનીઓના બલિદાનને ભુલવુ સંભવ નથી. યુદ્ધભુમિમાં દેશ માટે જે એનું લોહી વહ્યું એ આજના ભારતમાં કણ કણમાં મહેકી રહ્યું છે. એ સુરવિર આપણા મનમાં, આપણા માનમાં, આપણા સનમાનમાં, અપમાનમાં. હંમેશા હતા. અને હંમેશા રહેશે.

લદ્દાખની ઊંચી પહાડીઓની ટોચ પર લડાયેલા કારગીલ યુદ્ધને ખતમ થયે આજે 21 વર્ષ પૂરા થયાં. આ એક એવું યુદ્ધ હતું કે જેમાં ભારતીય સેનાએ લગભગ 18 હજાર ફૂટથી વધુ ઊંચાઈવાળી પહાડીઓની ટોપ પર ચડી બેઠેલા દુશ્મનોનો મારી ભગાડ્યા હતાં.

આજનો દિવસ આપણા દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે, શૌર્યનો દિવસ છે, વિજય દિવસ છે. ઠીક 21 વર્ષ પહેલા 26 જુલાઈ 1999ના રોજ ભારતીય જવાનોએ કારગીલ યુદ્ધમાં જીત મેળવી હતી અને પાકિસ્તાનને હરાવ્યું હતું. લગભગ 2 મહિના સુધી ચાલેલા યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા. આજે દેશ અમર જવાનોની શહીદીને નમન કરે છે, તેમની શૌર્ય ગાથાના ગુણગાન કરી રહ્યો છે. આ અવસરે કારગીલના 10 શૂરવીરોની કહાની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન