today maximum-effect-of-bharat-bandh-in-gujarat
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસનું ભારત બંધ: જાણો ગુજરાતમાં બંધને લઈ ક્યા કેવો પ્રતિસાદ મળ્યો

કોંગ્રેસનું ભારત બંધ: જાણો ગુજરાતમાં બંધને લઈ ક્યા કેવો પ્રતિસાદ મળ્યો

 | 12:50 pm IST

દિન-પ્રતિદિન કુદકે ને ભૂસ્કે વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધને પગલે અમદાવાદ અને વડોદરામાં સીટી બસો અને એસટી બસોના કાચ તોડવાના અહેવાલો મળી રહ્યા છે. આજના બંધનાં પગલે શહેરનાં અનેકવિસ્તારો માં વેપારીઓ દ્વારા સ્વયંભુ બંધ પાળવામાં આવેલ તો કેટલાક વિસ્તારોમાં રોજગાર ધંધા ચાલુ રહેતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બંધ કરાવવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

ભાવનગર
પેટ્રોલ-ડિઝલના વધતા જતાં ભાવ વધારાના વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનના અનુસંધાને ભાવનગર શહેરના તમામ વેપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ સ્વયંભુ બંધ પાળવામાં આવી રહ્યું છે. ભાવનગર શહેરનાં કાળા નાળા, ઘોઘા ગેઇટ, મેઈન બજારોમાં કેટલાક વેપારીઓ દ્વારા રોજગાર ખુલ્લા રખાતા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ઘોઘા ગેઇટ ખાતે આવેલ મેઈન બજારો બંધ કરાવી બંધને સમર્થન આપવા આહવાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ શહેર પ્રમુખ ,યુવા પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં રોડ પર નીકળી બજારો બંધ કરાવતા પોલીસ દ્વારા ૩૦ થી ૪૦ જેટલા કાર્યકર્તાઓ ની અટકાય પોલીસ દ્વારા કરવામાં આવી છે.

ભુજ
ભુજમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા કોલેજ અને શાળા બંધ કરાવી હતી. ભુજ મુખ્ય બજાર બંધ કરાવવા માટે કોંગ્રેસ આગેવાનો પહોચ્યા હતા. ભુજનાં વાણીયાવાડ, અનમરીંગરોડ તેમજ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તાર બંધ કરવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધ પગલે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. દુકાન બંધ કરાવી રહેલ કોંગ્રેસનાં કાર્યકરો અટકાયત કરવામાં આવી હતી. ભુજમાં વિરોધ બંધ કરાવવા માટે ગયેલા 50 જેટલા કોંગ્રેસ કાર્યકરો અટકાયત કરવામાં આવી હતી. ભુજ ભારત બંધ એલાન લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

ભારત બધ ના પગલે બોટાદ જિલામાં બધને મળ્યો મિશ્ર પ્રતિષાદ મળ્યો છે. બોટાદ અને બરવાળા શહેર જોવા મળ્યું ખુલ્લું તો ગઢડા અને રાણપુર શહેર રહ્યું સજ્જડ બધ. જિલ્લામાં બંધ દરમિયાન વિરોધ કરી રહેલા કોગેસી કાર્યકરો ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

વલસાડ
કોંગ્રેસ દ્વારા અપાયેલ ભારત બંધમા વલસાડ જિલ્લામાં કોંગ્રેસના બંધને મિશ્રપ્રતિસાદ મળ્યો છે. વલસાડ જીલ્લા કોંગ્રેસ દ્વારા વહેલી સવારથી વિરોધ કરવામાં આવો રહ્યો છે કપરાડા પારડી અને ધરમપુર માં કોંગ્રેસના બંધને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, તો વલસાડ ઉમરગામ અને વાપી માં કોંગ્રેસ એ લોકોને બંધ કરવા આજીજી કરવી પડી હતી. તો બીજી તરફ વલસાડ શહેરમાં બંધ કરાવવા નિકળેલી કોંગ્રેસ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું અને પોલીસે 50 થી વધુ કાર્યકર્તાઓને અટકયાત કરી હતી. તો બીજી તરફ કપરાડા તાલુકામાં કોંગ્રેસે સ્ટેટ હાઇવે બંધ કરી ચક્કકાજામ કરીને ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો.

મોરબી
ભારત બંધ ના પગલે આજે કોંગ્રેસ દ્વારા સંભવિત દેખાવો તેમજ ભૂતકાળમાં એસટી તંત્રને થયેલ નુકસાનને ધ્યાને લઇને સુરક્ષાના કારણોસર એસટી તંત્ર દ્વારા જે રીતે જીલ્લાના તમામ ગ્રામીણ રૂટોને આજના દિવસે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આજે મોરબી આવવા પર એક રીતે પ્રતિબંધ સમાન જ છે બસ સ્ટેન્ડની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે જોકે મોરબીની મોટા ભાગની દુકાનો 10 વાગ્યાથી ચાલુ પણ થઇ ગઈ છે આ બંધના લીધે પેટ્રોલ ડીઝલના ભાવ પર અંકુશ આવે કે ના આવે પણ બસો બંધ હોવાથી જનતા પરેશાન છે એ કડવી વાસ્તવિકતા છે.

વડોદરા
આજે ભારત બંધના આપવામાં આવેલા એલાનને વડોદરામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. છાણી ગામ સજ્જડ બંધ રહ્યું હતું. તો શહેરની મોટાભાગની ખાનગી અને સરકારી સ્કૂલોનું શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું. વડોદરા શહેરની સિટી બસની 140 બસો બંધ રહી હતી.

અમરેલી
ભારત બંધના પગલે અમરેલી જિલ્લામા આજે કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બજારમા એકલા નિકળી બંધની અપીલ કરી હતી. આજે અમરેલી શહેરમા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મેઇન બજારે હાથ જોડી વિનંતિ કરતા વેપારીઓએ બંધને સહકાર આપ્યો હતો, જ્યારે બંધના પગલે જિલ્લા પોલીસ વડાએ જીવરાજ મહેતા ચોકમા પોલીસ પહેરો ગોઠવી મુલાકાત લીધી હતી.

છોટા ઉદેપુર
આજે છોટા ઉદેપુર જીલ્લામાં આજે સવારથી બજારો સ્વયંભુ બંધ રહ્યા હતા. છોટા ઉદેપુર જીલ્લામાં સ્વયંભુ બંધ પાળવામાં આવ્યુો હતો, જેને લઈને કોંગ્રેસી કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને શાળા કોલેજો પણ બંધ કરવતા નજરે પડતાં હતા. આજે સવારે 10 વાગ્યાના અરસામાં પાવી જેતપુર ખાતે રાજ્યના સીનીયર ધારાસભ્ય મોહનસીંહ રાઠવા પણ પાવીજેતપુર નગરમાં નીકળ્યા હતા અને બજાર બંધ હોય કાર્યકરો સાથે ફરીને મોઘવારીને લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો અને પાવી જેતપુર એ.પી.એમ.સી પાસે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ટાયરો સળગાવ્યા હતા. પાવી જેતપુર પોલીસે ધારાસભ્ય મોહનસીંહ રાઠવા સહીત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આજે ભારત બંધને પગલે મોહનસીંહ રાઠવાએ હાલની રાજ્યની અને કેન્દ્ર સરકાર ઉપર મોઘવારી વધારવાનો આરોપ લગાવ્યો હતો અને તેને લઈને આજે સ્વયંભુ બંધ પાળ્યો હોવાનું જણાવ્યુ હતું.

રાજકોટ
રાજકોટમાં સવારથી જ કોંગ્રેસના કાર્યકરો દ્વારા શાળા, કોલેજો, દુકાનો, મોલ બંધ કરાવવા નીકળ્યા હતા. જેમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત 30થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે. તેમજ કોંગી મહિલાઓએ પોસ્ટરમાં મોદીના ચહેરા પર ચપ્પલ મારી ગારો લગાવી ચહેરો કાળો કર્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 12 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.

અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કોંગ્રેસ દ્વારા વહેલી સવારથી તમામ તાલુકા મથક પર મોટી સંખ્યા માં બંધ કરાવવા નીકળ્યા હતા. ભિલોડામાં ધારાસભ્ય અનિલ જોષીયરા દ્વારા વહેલી સવારે ઉદયપુર અમદાવાદ હાઇવે પર ટાયરો સળગાવી રસ્તા રોક્યા હતા, તેમજ ભિલોડાના અંતરિયાળ વિસ્તારોમાં પણ રસ્તાઓ બંધ કર્યા હતા. મોડાસા શહેરમાં ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર દ્વારા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા બજારો બંધ કરાવ્યા હતા. બજાર બંધ કરાવતી વખતે એક વાળંદની શોપમાં દાઢી બનાવવા બેઠેલા ગ્રાહકને અડધી દાઢી રાખી શોપમાંથી બહાર કાઢ્યા હતા.

ભરૂચ
ભરૂચ ખાતે ભારત બંધન સમર્થનમાં સવારથી જ કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. અને બંધને સફળ બનાવવાના પ્રયાસો કર્યા હતા. કાર્યકરો દ્વારા ભરૂચ – દહેજ હાઇવે પર ચક્કાજામ કરાવવામાં આવ્યો હતો અને ટાયરો સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવોના વિરોધમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે ભરૂચ ખાતે કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવી બંધ કરાવ્યું હતું ભરૂચ એ.પી.એમ.સી. ખાતેની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી હતી તો કેટલીક શાળાઓને પણ બંધ કરાવામાં આવી હતી. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ધારાસભ્યના પેટ્રોલ પમ્પને પણ કોંગી કાર્યકરો દ્વારા બંધ કરાવવામાં આવ્યો હતો તો અંકલેશ્વર ખાતે જીનવાલા સ્કૂલ બંધ કરાવવાનો પ્રયાસ કરાયો હતો જેના કારણે 10 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

બનાસકાંઠા-ડીસા
બનાસકાંઠામાં કોંગ્રેસના ભારત બંધને પગલે ડીસામાં વ્યાપક પ્રદર્શન કોન્ગ્રેસ દ્વારા કરાયું હતું અને ચક્કાજામ , ટાયરોમાં આગ સહિત દુકાનો બંધ કરાઈ હતી. જોકે પૂર્વ એમ.એલ.એ કોંગ્રેસના ગૉવાભાઇ દેસાઈ સહિત ૫૦થી વધુની ધરપકડ કરાઈ હતી. જોકે હાલ તો તમામને ઉત્તર પોલીસ મથકે લાવી ડિટેઇન કરવામાં આવ્યા છે.

માણસા
માણસામા આજે વહેલી સવારથી કોગ્રેસના કાયઁકરો માણસા ગાધીનગર અને માણસા કલોલ રોડ બંધ કરી દીધો હતો. રોડ ઉપર ઝાડ કાપી તેમને રસ્તો બંધ કરી દિધો હતો. ફોરેસ્ટના માણસો આવીને ઝાડ રોડ ઉપર થી હટાવી લીધા હતા. માણસા કોગ્રેસ ઑફિસથી ઢોલ નગારા વગાડીને બજારમાં બધી દુકાનો બંધ કરાવી હતી. શાળા કોલેજ બંધ કરાવી એમન બંધ ને વધારે મજબૂત બનાવ્યુ હતુ.