Today more than 5 lakh students will get second exam in JEE-MEIN, 30th result result
  • Home
  • Ahmedabad
  • આજથી JEE-Mainમાં 5 લાખથી વધુ વિદ્યાથીઓ આપશે બીજી પરીક્ષા, 30મીએ પરિણામ

આજથી JEE-Mainમાં 5 લાખથી વધુ વિદ્યાથીઓ આપશે બીજી પરીક્ષા, 30મીએ પરિણામ

 | 8:24 am IST

દેશભરની ત્રિપલ આઈટી, એનઆઈટી અને 20 ગવર્નમેન્ટ ફંડેડ કોલેજોમાં એડમિશન માટે જેનો સ્કોર માન્ય ગણાય છે તેવી જેઈઈ-મેઈનની બીજી એક્ઝામ આવતીકાલથી લેવાશે. જેના માટે ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તે પૈકી મોટાભાગના સ્કોર સુધારવા માટે પરીક્ષા આપનારા હોવાનું માલૂમ પડયું છે. આજે આર્કિટેક્ચરના પેપર માટેની પરીક્ષા લેવાઈ ચુકી છે.

જેઈઈ-મેઈન-2 પરીક્ષા માટે દેશમાં 9.34 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાંથી ૬.૬૯ લાખ અગાઉ જેઈઈ મેઈન-૧ આપી ચુક્યા છે. મતલબ તેઓ સ્કોર સુધારવા માટે બીજી પરીક્ષા આપશે. જેઈઈ-મેઈન-૨ માટે ૩.૧૪ લાખ વિદ્યાર્થીઓ નવા નોંધાયા છે. પુરુષ વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૫,૦૦૦નો વધારો થયો છે.

જેઈઈ-મેઈનના ઈન્ફોર્મેશન બુલેટિનમાં ૭ થી ૨૦ એપ્રિલ વચ્ચે પરીક્ષા લેવાશે તેવું જાહેર થયું હતું. પરંતુ લોકસભા ચૂંટણી ૧૧, ૧૮, ૨૩, ૨૯ એપ્રિલ, ૧૨ અને ૧૯ મે આવે છે. તેના કારણે એજન્સી દ્વારા હવે પેપર-૧ બીઈ-બીટેકની પરીક્ષા ૮, ૯, ૧૦ અને ૧૨ એપ્રિલે લેવાશે. જ્યારે બી.આર્ક-બી.પ્લાનિંગ પેપર-૨ની પરીક્ષા ૭મી એપ્રિલે એટલે કેે આજે લેવાઈ ગઈ છે.

ઈજનેરી માટેની જેઈઈ-મેઈન આવતીકાલ તા.૮, ૯, ૧૦ અને ૧૨મી એપ્રિલે લેવાશે. ગુજરાત, દમણ, દીવ સહિત અંદાજે પાંચ લાખ કરતાં વધુ વિદ્યાર્થી નોંધાયા છે. જેઈઈનું ઈજનેરીનું રિઝલ્ટ ૩૦મી એપ્રિલે અને આર્કિટેક્ચરનું ૧૫મી મેના રોજ જાહેર થશે.

બંને પરીક્ષા આપનાર વિદ્યાર્થીનો શ્રેષ્ઠ સ્કોર ધ્યાને લેવાશે. ૨૩ ત્રિપલ આઈટીની ૪,૦૨૩, ૩૧ એનઆઈટીની ૧૭,૯૬૭, ૨૦ ગવર્નમેન્ટ ફંડેડ સંસ્થાની ૪,૬૮૩ મળી કુલ ૭૪ સંસ્થાની ૨૬,૬૭૩ સીટ વિદ્યાર્થીઓને ઓફર કરાશે. ટોપ બે લાખ વિદ્યાર્થીઓ જેઈઈ-એડવાન્સ માટે પસંદ થશે. આ વિદ્યાર્થીઓ એડવાન્સ આપે પછી તેમને આઈઆઈટીમાં પ્રવેશ મળી શકશે.

કટઓફ સ્કોર કેટલો રહેશે
જેઈઈ-મેઈનમાં આ વર્ષે કેટલો કટઓફ સ્કોર રહેશે તે અંગે અટકળો ચાલી રહી છે. જનરલ કેટેગરી માટે ૨૦૧૩માં ૧૧૩, ૨૦૧૪માં ૧૧૫, ૨૦૧૫માં ૧૦૫, ૨૦૧૬માં ૧૦૦, ૨૦૧૭માં ૮૧ અને ૨૦૧૮માં ફ્કત ૭૪નો સ્કોર રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન