today narmada-dam the-water-level-of-reached
  • Home
  • Featured
  • ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, જાણો હાલમાં ડેમ કેટલો ભરાયો

ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, જાણો હાલમાં ડેમ કેટલો ભરાયો

 | 9:25 am IST

ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. હાલ ઉપરવાસથી નર્મદા ડેમમાં 73879 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા 12 કલાકમાં ડેમની સપાટીમાં 3.45 ફૂટનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 113.46 મીટર પર પહોંચી છે. નર્મદા નદીના મુખ્ય પ્રવાહ ગોડબોલે ગેટમાંથી 627 ક્યુસેક છોડાઈ રહ્યું છે. ભારે વરસાદના પગલે દર કલાકે જળ સપાટીમાં 12થી 13 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 25 તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો 33 તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના તીલકવાડ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે વહેલી સવારથી જ ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં રાતથી જ વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે છ વાગ્યા સુધીના આંકડા પ્રમાણે રાજ્યના 25 તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદાની સપાટીમાં ધરખમ વધારો થયો છે.

હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 18મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આ દિવસો દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.