today narmada-water-level-reaches
  • Home
  • Featured
  • રાજ્યમાં પાણીનું સંકટ ટળ્યું, સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો

રાજ્યમાં પાણીનું સંકટ ટળ્યું, સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો

 | 11:28 am IST

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં આવકમાં વધારો થતા દર કલાકે પાણી સપાટીમાં 3 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની જળસપાટી 125.26 મીટર પર પહોંચી છે.

ઉપરવાસમાંથી 63720 ક્યુસેક પાણીની આવક થઇ છે. તેની સામે 10127 ક્યુસેક પાણીની જાવક છે. સરદાર સરોવર નર્મદા ડેમ 75 ટકા ભરાઇ ગયો હોવાથા રાજ્યના માથેથી એક વર્ષનું પાણીનું સંકટ દૂર થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે, ડેમનું CHPH પાવર હાઉસનું એક યુનિટ ચાલુ છે. ડેમમાં ગુરૂવારે 2221.79 MCM પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. હાલ CHPH પાવર હાઉસના 2 યુનિટ શરૂ કરાયા છે. હાલ, જે પ્રમાણે નર્મદા ડેમમાં પાણીની આવક ચાલું છે એ જોતાં આગામી વર્ષે સરકારને ડેડ સ્ટોક વાપરવો નહીં પડે એવી સ્થિતી સર્જાઈ છે. ખેડૂતોને પણ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેવી સંભાવના છે.