today navaratri-vacation-important-clarification-of-the-government
  • Home
  • Ahmedabad
  • નવરાત્રિ વેકેશનને લઈ રાજ્ય સરકારનો યુ-ટર્ન, શિક્ષણ વિભાગે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

નવરાત્રિ વેકેશનને લઈ રાજ્ય સરકારનો યુ-ટર્ન, શિક્ષણ વિભાગે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

 | 9:19 pm IST

નવરાત્રિ અને દિવાળી વેકેશનને લઈને રાજ્ય સરકારે યુ-ટર્ન લીધો છે. હાલ સરકાર તરફથી શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રી નવરાત્રી અને દિવાળી વેકેશનને લઈ શિક્ષણ વિભાગ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે, તે મરજીયાત છે. સ્કૂલો પોતાની સવલત અનુસાર, વેકેશનનો નિર્ણય લઈ શકે છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજ્યની શાળીઓમાં 10મી ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી વેકેશન અંગે શિક્ષણ વિભાગે CBSC તેમજ ગુજરાત રાજય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે. આ સિવાય શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ અંગેની સૂચનાઓનો રાજયવ્યાપી અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.

હાલ શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, રાજયમાં આવેલી સી.બી.એસ.સી. તેમજ ગુજરાત રાજય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે 10 ઓકટોબર-2018 થી 17 ઓકટોબર-2018 દરમિયાન નવરાત્રી વેકેશન અને 5મી નવેમ્બર-2018થી 18મી નવેમ્બર-2018 દરમિયાન દિવાળી વેકેશન રાખવા અંગેની અગાઉની શિક્ષણ વિભાગની સૂચનાઓનો અમલ કરવો મરજિયાત છે. એટલે કે, આવી શાળાઓ તેમની સવલત અનુસાર નવરાત્રી-દિવાળી વેકેશન રાખી શકશે.