today nirav-modi-case-hearing-in-london-court-indian-agencies-to-oppose-bail-plea
  • Home
  • Featured
  • આજે નીરવ મોદીના ભવિષ્યનો ફેસલો, સીબીઆઈ અને ઈડીની ટીમના લંડનમાં ધામા

આજે નીરવ મોદીના ભવિષ્યનો ફેસલો, સીબીઆઈ અને ઈડીની ટીમના લંડનમાં ધામા

 | 6:30 am IST

પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૩,૦૦૦ કરોડનું કૌભાંડ કરીને લંડનમાં સુખ સાહ્યબી વચ્ચે આળોટતા નીરવ મોદીના પ્રત્યર્પણ અંગે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે. લંડનની વેસ્ટ મિંસ્ટર કોર્ટે થોડા દિવસ પહેલાં જ લંડનમાં સંતાયેલા નીરવ મોદીની ધરપકડના આદેશ આપ્યા હતા.

સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે તેને પકડીને કોર્ટ સામે રજૂ કર્યો હતો. કોર્ટે તેને જામીન આપવાના બદલે ૨૯ માર્ચ સુધી જેલહવાલે કરી દીધો હતો. હવે ૨૯મીએ તેના ભાવિ અંગે નિર્ણય થશે. ભારતથી સીબીઆઈ અને ઈડીની ટીમ લંડન પહોંચી ગઈ છે. તેઓ આ કેસને વધારે મજબૂત બનાવવા માટે ત્યાં હાજર રહેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીરવ મોદી શુક્રવારે થનારી સુનાવણીમાં ફરીથી જામીન અરજી કરી શકે છે. તેને જામીન ન મળે તે માટે સીબીઆઈ અને ઈડીની ટીમ શક્ય એટલા તમામ પ્રયાસ કરશે. બંને ટીમ દ્વારા જરૂરી તમામ દસ્તાવેજો અને પુરાવા ભેગા કરવામાં આવ્યા છે. તેઓ કોર્ટમાં આ પુરાવા રજૂ કરીને તેની જામીન રદ કરવા તથા તેનું પ્રત્યર્પણ ઝડપી થાય તે માટે પ્રયાસ કરશે.

સૂત્રોના મતે આ કેસમાં ઈડી અને સીબીઆઈની ટીમ ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસની તમામ મદદ કરશે. આ એજન્સીની નીરવ મોદી વિરુદ્ધ કેટલાક દસ્તાવેજો પણ સોંપવામાં આવશે જેથી પ્રત્યર્પણની પ્રક્રિયાને વેગ મળે. ભારતે આ દસ્તાવેજોમાં નીરવ મોદી સામે ભારત દ્વારા જારી કરાયેલા બિનજામીનપાત્ર વોરંટનો પણ ઉલ્લેખ કર્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે, નીરવ મોદીનો પાસપોર્ટ તો પહેલેથી જ રદ કરી દેવાયો છે.  તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હોવા છતાં તે બ્રિટનના ઘણા શહેરોમાં ફરતો હતો. તેથી તેને જામીન મળ્યા તો તે ફરીથી ભાગી જશે. ભારત દ્વારા આવી રજૂઆત કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન