today north-gujarat-patidars-closed school-college
  • Home
  • Featured
  • સુરત બાદ હાર્દિકના સમર્થનમાં ઉ.ગુ.ના પાટીદારો જોડાયા, શાળા-કોલેજો બંધ રાખી આપ્યો ટેકો

સુરત બાદ હાર્દિકના સમર્થનમાં ઉ.ગુ.ના પાટીદારો જોડાયા, શાળા-કોલેજો બંધ રાખી આપ્યો ટેકો

 | 4:35 pm IST

હાર્દિક પટેલનું અનામત આંદોલન ધીમે ધીમે વેગ પકડતું જાય છે. દરરોજ તેને રાજકીય નેતાઓનો સાથ મળી રહ્યો છે. આજે સુરતના વિદ્યાર્થીઓએ સ્વંયભૂ બંધ પાડી હાર્દિક પટેલનું સમર્થન આપ્યું છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. હાર્દિકના સમર્થન માટે પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા છે અને થાળી-વેલણ વગાડીને વિરોધ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: SPG નેતા લાલજી પટેલે મોદી-શાહને લખ્યો પત્ર, ગુજરાતની પરિસ્થિતિ વિશે આપી ચિમકી

બુધવારે વિસનગર બંધને જોઈએ તેટલો પ્રતિસાદ મળ્યો નહોતો. આજે હાર્દિક પટેલના સમર્થનમાં સતલાસણા, બેચરાજી, પાટણ અને મહેસાણામાં બજાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં બંધ રાખીને સરકાર સામે વિરોધ કર્યો હતો. સતલાસણામાં પાટીદારોએ ધંધો રોજગાર બંધ રાખીને હાર્દિકના અનામત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: પાટીદારોનો હોબાળો: ગુજરાતમાં હાર્દિકના સમર્થનમાં ઠેર ઠેર દેખાવો, 200 જેટલી બાઇકો ડિટેઇન

ગઈકાલે રાત્રે મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં રોડ પર પાટીદાર મહિલાઓ થાળી વેલણ લઈને માર્ગો પર ઉતરી આવી હતી. અનેક ગામોની અંદર પાટીદાર મહિલાઓએ ટોપી પહેરીને પુરૂષો અને મહિલાએ રામધૂન બોલાવી હતી. બાદમાં રેલી યોજી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન