Today opening time Sensex 130 point down, nifty 9000
  • Home
  • Business
  • શેર બજારમાં કડાકો, સેન્સેક્સમાં 130 પોઈન્ટ, નિફ્ટી 9000ની સપાટી પર

શેર બજારમાં કડાકો, સેન્સેક્સમાં 130 પોઈન્ટ, નિફ્ટી 9000ની સપાટી પર

 | 9:37 am IST

શેર બજારમાં આજે ખુલતાની સાથે જ કડાકો બોલ્યો છે. તમામ ગ્લોબલ સંકેતોના કારણે આજે સેન્સેક્સ અને નિફ્ટી સુસ્તીથી શરૂ થયા છે. સેન્સેક્સમાં 130 પોઇન્ટનો કડાકો બોલ્યો છે. જો કે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સામાન્ય ખરીદી જોવા મળી રહી છે.

બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. સ્મોલકેપ શેરોમાં પણ સામાન્ય ખરીદી જોવા મળી રહી છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.18 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આજે ઓઇલ-ગેસ શેરોમાં પણ સામાન્ય તેજી જોવા મળી રહી છે. બીએસઈ ઓઇલ અને ગેસ ઈન્ડેક્સ 0.18 ટકાનો વધારો નોંધાવી રહ્યો છે.

યુએસ બજારોમાં ગઈકાલે બેંક અને એનર્જા શેરોમાં ખરીદી શરૂ થઈ હતી. ગઈકાલના વેપારમાં Dowમાં 400 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલના કારોબારમાં યુએસ બજારોમાં 1.5 ટકાનો વધારો જોવા મળ્યો Dow ગઈકાલે 377 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.

S&P 500 અને Nasdaqમાં પણ લગભગ 1 ટકાનો ઉછાળો નોંધાયો છે. બેન્ક, એનર્જી, ટેક શેરોએ બજારમાં ટેકો આપ્યો છે. બીજી તરફ ક્રૂડ ઓઇલના ઘટાડાનાં ભંડોળના અહેવાલોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ 6 ટકા વધીને 31 ડૉલરની નજીક પહોંચી ગયો છે. 15 અઠવાડિયામાં પ્રથમ વખત ક્રૂડ ભંડારમાં ઘટાડો થયો છે.

આ વીડિયો જુઓ: આજે ગુજરાતમાં લૉકડાઉન – 3નો 12મો દિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન