Indian share market Flat start on D-Street, Nifty below 10,900
  • Home
  • Business
  • શેર બજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સમાં 47 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10900 પર

શેર બજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સમાં 47 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10900 પર

 | 10:05 am IST

મંગળવારે કારોબારી સત્રમાં ભારતીય શેરબજારમાં સુસ્ત શરૂઆત કરી છે. દિવસના 9 કલાક 18 મિનિટ પર સેન્સેક્સમાં 47 પોઈન્ટની તેજી સાથે 36,442 પર અને નિફ્ટી 8 પોઈન્ટની તેજી સાથે 10,896 પર કારોબાર કરી રહ્યો છે. આ સમયે નિફ્ટીના 50 શેરોમાં 30 લીલા નીશાન પર 20 લાલ નીશાન પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટીના મિડકેપમાં 0.31 ટકા અને સ્મોલકેપ 0.16 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે સોમવારે સેન્સેક્સમાં 151 પોઈન્ટના કડાકા સાથે 36,395 પર અને નિફ્ટી 54 પોઈન્ટના કડાકા સાથે 10,888 પર કારોબાર કરી બંધ થયો હતો.

વૈશ્વિક બજારનો હાલ

મંગળવારે તમામ પ્રમુખ એશિયાઈ બજારોમાં સારી શરૂઆત કરી છે. દિવસના 9 કલાકે જાપાનનો નિક્કેઈ 2.03 ટકાની તેજી સાથે 20745 પર ચીનનો શાંઘાઈ 0.61ની તેજી સાથે 2670 પર, હેંગસેંગ 0.17 ટકાની તેજી સાથે 28191 પર અને તાઈવાનનો કોસ્પી 0.47 ટકાની તેજી સાથે 2190 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારની વાત કરીએતો ડાઓ જેસ 0.21 ટકાના કડાકા સાથે 25053 પર, સ્ટાન્ડર્ડ અને પુઅર્સ 0.07 ટકાની તેજી સાથે 2709 પર નેસ્ડેક 0.13 ટકાની તેજી સાથે 7307 પર કારોબાર કરી બંધ થયો હતો.

રૂપિયાની શરૂઆત આજે પુરી રીતે સપાટ ચાલ સાથે થઈ છે. ડૉલર સામે રૂપિયો આજે કોઈ ફેરફાર વિના જ ખુલ્યો છે. એટલેકે રૂપિયાએ પોતાનું સ્તર જાળવી રાખ્યુ છે અને 71.17ના સ્તર પર ખુલ્યો છે. ગઇ કાલે ડૉલર સામે રૂપિયો 13 પૈસા વધીને 71.17ના સ્તર પર બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન