today paas-convener-panara-say-sorry-to-c-k-patel
  • Home
  • Ahmedabad
  • મનોજ પનારાએ સી.કે.પટેલ સામે નમતું ઝોક્યું, તો સી.કે.પટેલે કહ્યું- ‘તું મારા દીકરા જેવો’

મનોજ પનારાએ સી.કે.પટેલ સામે નમતું ઝોક્યું, તો સી.કે.પટેલે કહ્યું- ‘તું મારા દીકરા જેવો’

 | 9:41 pm IST

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી સાંજે SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ હાર્દિક અને તેની માંગ્ણીઓને લઈને રાજનીતિ ગરમાઇ ગઈ છે. હાલ મળી રહેલા અહેવાલ મુજબ પાસ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સીકે પટેલ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જો કે, હાલ મનોજ પનારાએ સીકે પટેલ સહિત પાટીદાર આગેવાનોની માફી માંગી લેતા વિવાદનો અંત આવી ગયો છે.

તો બીજી બાજુ ખોડલધામના નરેશ પટેલે આવતી કાલે રવિવારે સરકાર સાથે બેઠક થવાની વાતને લઇને સ્પષ્ટતા કરી છે. નરેશ પટેલે સરકાર સાથે બેઠકની વાતને એક અફવા ગણાવી હતી. જેના પગલે નરેશ પટેલે સ્પષ્ટતા કરી હતી. નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારી સરકાર સાથે આવતીકાલે કોઇ બેઠક નથી. સરકાર સાથે બેઠક છે એ માત્ર અફવા છે. મારી સરકાર સાથે બેઠક હશે તો હું ચોક્કસ જાણ કરીશ.

હાલ અમદાવાદના ઉમિયા કેમ્પસમાં પાસ અને પાટીદાર સંસ્થાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. પાટીદારની 6 સંસ્થાઓના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં મનોજ પનારા સહિત પાસના કન્વીનરો અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સી.કે. પટેલ સહિત છ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. હાર્દિક પટેલની માંગણીઓને લઇને શું કરવું એ અંગે બેઠકમાં ચર્ચા થઇ રહી છે.

પનારાએ માફી માંગ્યા બાદ જણાવ્યું હતું કે, સંસ્થા અમારા મા-બાપ સમાન છે. મંત્રીમંડળના તમામ લોકો અમારા માટે આદરણનીય જ છે. ઉમિયા કેમ્પસમાં મળેલી મીટિંગમાં ધાર્મિક સંસ્થાઓના આગેવાન સાથે અમારી માંગ્ણીઓને લઈને ચર્ચા થઈ હતી. અમારી વચ્ચે વ્યક્તિગત મતભેદ ક્યાંક હોઈ શકે છે, પરંતુ મનભેદ નથી. માફી માંગ્યા બાદ પનારાએ કહ્યું કે, સી.કે.પટેલે કહ્યું તુ મારા દીકરા જેવો છે. સી.કે. પટેલ મારાથી નારાજ નથી. સંસ્થાઓને આધારે સમાજ ટકેલો છે. આજે વડીલોએ સ્વીકાર્યુ કે અમારાથી ભૂલ થઈ છે. અમે આજે મોટું મન રાખીને વડીલોને મળવા ગયા છીએ.

તમને જણાવી દઈએ કે, પાસ કન્વિનર મનોજ પનારાએ તાજેતરમાં વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનના સી.કે. પટેલને સરકારના દલાલ ગણાવતી ટિપ્પણી કરી હતી. જેના પગલે સી.કે. પટેલ સહિત આગેવાનોએ હાર્દિક પટેલના આંદોલનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. આમ પાસ અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે એક વિવાદ ઊભો થયો હતો. જોકે પનારાએ માફી માંગી લેતા વિવાદનો અંત આવી ગયો છે.