Today PM Narendra Modi Visits Sardar Sarovar Dam Gujarat And 69th Birthday
  • Home
  • Ahmedabad
  • PM મોદી આજે કેટલા વાગે આવશે ગુજરાત, કાલે કેવા છે તેમના કાર્યક્રમો, હીરાબાના લેશે આશીર્વાદ

PM મોદી આજે કેટલા વાગે આવશે ગુજરાત, કાલે કેવા છે તેમના કાર્યક્રમો, હીરાબાના લેશે આશીર્વાદ

 | 10:26 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ગુજરાતમાં ઊજવશે. તેઓ સોમવારે રાત્રે 11 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઊતરશે. જ્યાં તેઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સ્વાગત કરશે. બાદ વડા પ્રધાન રાતવાસો ગાંધીનગર રાજભવન ખાતે કરશે.

૧૭મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે વડા પ્રધાન રાયસણ ખાતે રહેતા માતા હીરાબાના આશીર્વાદ લઇ પરત રાજભવન પહાંચશે. સવારે સાડા આઠ કલાકે હેલિકોપ્ટરમાં તેઓ કેવડિયા કોલોની જવા માટે રવાના થશે. વડા પ્રધાન અહિ નર્મદાના નીરના વધામણા કરશે. કેવડિયા કાર્યક્રમ પૂર્ણ કરીને વડા પ્રધાન પુનઃ ગાંધીનગર રાજભવન આવશે.

જન્મ દિવસે માતા હીરાબાના આશીર્વાદ લેશે
તા.16-સોમવાર । રાત્રે 11 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન. ત્યાંથી રાજભવન રાત્રિરોકાણ કરશે.
તા.17-મંગળવાર । જન્મદિવસ હોવાથી સવારે માતા હીરાબાના આશીર્વાદ લેવા રાયસણ પહોંચશે. માતાના આશીર્વાદ લઈ પરત રાજભવન પહોંચશે.

રાજભવનથી 8.૩૦ વાગ્યે હેલિપેડ ખાતેથી હેલિકોપ્ટરમાં કેવડિયા રવાના થશે. સવારે 10 વાગ્યે નર્મદાના નીરનાં વધામણાં કરશે. નર્મદા ડેમનો હેલિકોપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે. બાદમાં હેલિપેડ પર ઉતરાણ કરી નર્મદા બંધ પર નર્મદા મૈયાને શ્રીફ્ળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે.

કેવડીયાથી વડા પ્રધાન પરત રાજભવન આવશે. જ્યાં પાર્ટીના આગેવાનો તથા સરકારના મંત્રીઓ સાથે મીટિંગ કરે તેવી શક્યતા છે.

આ પણ જુઓ વીડિયો: PM મોદીની ગુજરાતને ત્રણ સૌથી મોટી ભેટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન