આજે વડા પ્રધાન નર્મદા નીરનાં વધામણાં કરશે - Sandesh
  • Home
  • Gujarat
  • આજે વડા પ્રધાન નર્મદા નીરનાં વધામણાં કરશે

આજે વડા પ્રધાન નર્મદા નીરનાં વધામણાં કરશે

 | 1:20 am IST

।  રાજપીપળા ।

સરદાર સરોવર નર્મદાડેમ તેની ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિન ૧૭મી સપ્ટેમ્બરે ડેમની મુલાકાત લેનાર છે. ત્યારે જન ઉમંગ ઉત્સવ નમામિ દેવી નર્મદા મહોત્સવ ઉજવાશે. જેમા રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે યોજાવાનો છે .જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદાના વધામણા થવાના હોવાથી કેવડીયા ખાતે તેની તડામાર તૈયારી હાથ ધરાઇ છે. નર્મદા ડેમના ૧ નંબરના વ્યૂ પોઇન્ટ ખાતે વિશાળ સમિયાણામાં વડાપ્રધાન જાહેર સભાને પણ સંબોધશે.એસપીજી દ્વારા આજે સુરક્ષાને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. ૬૯ વર્ષ બાદ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ત્યારે ૧૭ મીએ સવારે ૯ કલાકે કેવડીયા ખાતે નર્મદા ડેમ પર એ ફ્રેમ ખાતી મોદી નર્મદા માતાના વધામણા લેશે. ત્યારે વ્યુ પોઇન્ટના ૧ નંબર પર નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, અને વડોદરાથી હજારોની સંખ્યામા આવેલા કાર્યકરોની જાહેરસભાને મોદી સંબોધશે. પીએમ મોદી ૧૭ મીએ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી રોકાશે. એ દરમ્યાન તેઓ નર્મદા ડેમના ડેવલપમેન્ટ કામનુ નિરીક્ષણ કરશે. ત્યારબાદ ડેમ કંટ્રોલરૂમ અને ગરુડેશ્વર વિયરની પણ મુલાકાત લેશે. મોદીના જાહેર કાર્યક્રમ ને લઇને પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા કરાઇ છે.

કમલમ્માં મોદીના જીવનકવનની પ્રદર્શની

પ્રદેશ ભાજપ કાર્યલાય શ્રી કમલમ્ ખાતે PM મોદીના જીવનકવનને રજૂ કરતી પ્રદર્શનીને સોમવારે જીતુ વાઘાણીએ ખુલ્લી મુકી હતી. તસ્વીર, સંક્ષિપ્ત જીવન વૃતાંતને રજૂ કરતી આ પ્રદર્શનીમાં તેમના બાળપણથી અત્યાર સુધીના સંઘર્ષને રજૂ કરાયો છે.

ગુજરાતીઓ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેઃ ગૃહમંત્રી

સરદાર સરોવર નર્મદા ડેમ ૧૭ સપ્ટેમ્બરને મંગળવારે ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચશે. આ ક્ષણને વધાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર સરોવર ખાતે  જિલ્લા મથકે નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એ ક્ષણના સાક્ષી થવા સર્વે ગુજરાતીઓને જોડાવવા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અપીલ કરી હતી.

પાંચ મિનિટમાં નર્મદામાતાની પંચોપચાર પૂજા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નર્મદાજીની પૂજા કરાવવા માટે પાંચ મિનિટ બ્રાહ્મણોને ફાળવવામા ંઆવી છે. તિલકવાડાના જાણીતા કથાકાર વિરંચી શાસ્ત્રીના આચાર્ય પદ હેઠળ ૧૦૦ બ્રાહ્મણો વડાપ્રધાન મોદીને નર્મદાજીની પંચોપચાર પુજા કરાવશે.

મ્યુનિ. દ્વારા આજે રિવરફ્રન્ટ ખાતે નર્મદાના નીરના વધામણાં કરાશે

ગુજરાતભરમાં નમામિ દેવી નર્મદાના નીરના વધામણાંના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તે અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવતીકાલે મંગળવારે સવારે નવ વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સર્પ્તિષના આરે મહાઆરતી દ્વારા નર્મદાના નીરના વધામણાં કરાશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોટ્ર્સ એડવેન્ચર્સનું નિદર્શન કરવામાં આવનાર છે.

PM મોદીના આજના કાર્યક્રમ

૭.૦૦  :માતૃશ્રીની મુલાકાત

૮.૦૦  :  સચિવાલય હેલિપેડથી કેવડિયા જવા રવાના

૯.૦૦  :  કેવડિયામાં આગમન

૧૦.૦૦ :  નર્મદા નીરના વધામણાં

૧૦.૧૫         : વિવિધ પ્રોજેક્ટ્સનું ઇન્સ્પેક્શન

૧૧.૦૦         : ગરુડેશ્વર ખાતે સભા

૨.૦૦ : ગાંધીનગર-રાજભવન પરત

૩.૦૦ : અનુકૂળતાએ નવી દિલ્હી જવા રવાના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન