વાદા કર લે સાજના.....આજે પ્રોમિસ ડે - Sandesh
  • Home
  • Lifestyle
  • વાદા કર લે સાજના…..આજે પ્રોમિસ ડે

વાદા કર લે સાજના…..આજે પ્રોમિસ ડે

 | 11:50 am IST

વેલેન્ટાઇન વીકનો પાંચમો દિવસ એટલે પ્રોમિસ ડે. આ દિવસે પ્રેમ કરનારા એકબીજાને પ્રેમ નિભાવવા.. પોતાની ખોટી આદતોને છોડવા કે પ્રેમ માટે કશુ કરવાનું વચન આપે છે. જેથી સમય વિતાવવાની સાથે સાથે તેમનો પ્રેમ વધુ ગાઢ થતો જાય અને તેનો સબંધ એક અતૂટ સંબંધમાં બદલાઇ જાય. જો કે પ્રેમ માટે આમ તો કોઈ વિશેષ દિવસ નથી હોતો. આ તો એ ભાવનાઓ છે જે ક્યારેય પણ હ્રદયમા ઉમટી શકે છે, પણ માનવામાં આવે છે કે ફેબ્રુઆરીનો મહિનો પ્રેમીઓ માટે ખાસ હોય છે. આ એ જ મહિનો છે જેમા તે પોતાની કોઈ ખાસ મિત્રને મૈત્રીથી આગળ વધીને તેને પોતાના પ્રેમનો એકરાર કરે છે. હવે આ પ્રેમનો એકરાર ભલે ગુલાબના ફૂલ આપીને કરો કે પછી પ્રોમિસ ડે પર તેને ખાસ વચન આપીને કરો.

પ્રોમિસ તોડવામાં મોખરાનું સ્થાન યુવકોનું આવે છે. કારણકે પરિવારની જવાબદારી, કામનું ટેન્શન જેવા અનેક કારણોને કારણે કોઇને આપેલું વચન તોડવામાં અચકાતા નથી.પ્રોમિસ, આ શબ્દ લગભગ દિવસમાં એક વ્યક્તિ એકવાર તો જરૂર બોલે છે પરંતુ આજની યુવાપેઢી તેનું પાલન કરવામાં ક્યાંક ચૂક કરે છે. મોટાભાગના પ્રોમિસ તૂટે છે. ભાગમદોડભરી જિંદગીમાં હંમેશા પ્રોમિસ ભૂલાઇ જતું હોવાની બૂમો યુવાનો પાડી રહ્યા છે. પત્નીને ફિલ્મ જોવા લઇ જવાનું પ્રોમિસ, આપણે સાથે જ રહેશું અને લવ મેરેજ કરશું. બાળકને કંઇક ગિફ્ટ લઇ દેવાનું પ્રોમિસ, પ્રેમિકાને સમયસર મળવા જવાનું પ્રોમિસ, જેવા અનેક પ્રોમિસો થાય છે. પરંતુ એ માત્ર સામેની વ્યક્તિને ખુશ કરવા માટે જ બાકી તો સમયે પ્રોમિસનું પાલન થતું જ નથી.

પ્રેમમાં પડવું સાવ સહેલું છે પરંતુ પ્રેમને નિભાવવો મુશ્કેલ છે. હા, તેવું જ કંઇક પ્રોમિસનું છે. કોઇને પ્રોમિસ કહી દેવું સાવ સરળ છે પણ તેનું પાલન કરવું બહુ જ અઘરું છે. આ માટે હંમેશા તમે પોતાની જાતને પ્રોમિસ આપતા શીખો અને બધા કરતા પહેલા પોતાની જાતને એ પ્રોમિસ કરો કે તમે બીજા પર આધારિત રહેવાની આદતમાં સુધારો લાવવાનો પ્રયાસ કરો. આ સાથે બીજા ઉપર ભરોસો કરો તેના કરતા પહેલાં પોતાની જાત પર ભરોસો કરતા શીખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન