today rajiv-satav-and-amit-chavda-police-detained
  • Home
  • Ahmedabad
  • બંધનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના આ બાગી નેતાઓની અટકાયત, જાણો વિગતે

બંધનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના આ બાગી નેતાઓની અટકાયત, જાણો વિગતે

 | 11:31 am IST

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધને પગલે અમદાવાદ અને વડોદરામાં સીટી બસો અને એસટી બસોના કાચ તોડવાના અહેવાલો મળી રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અટકાયત કરવામાં આવી છે. રાજીવ સાતવ અને અમિત ચાવડા ભારત બંધના વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લાલદરવાજા ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બંધના સમર્થનમાં કોંગી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ છે. કાર્યકરો દ્વારા એએમટીએસ બસને રોકીને તેના પર ચડીને સુત્રોચાર કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ધર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.