today rajpath-club-swimming-coach-assault-two-girl
  • Home
  • Ahmedabad
  • Video: અ’વાદની રાજપથ ક્લબ વિવાદોમાં, કોચ બન્યો હેવાન, બે યુવતીઓને પટ્ટાથી ફટકારી

Video: અ’વાદની રાજપથ ક્લબ વિવાદોમાં, કોચ બન્યો હેવાન, બે યુવતીઓને પટ્ટાથી ફટકારી

 | 1:20 pm IST

રાજ્યની પ્રતિષ્ઠિત ક્લબોમાં સામેલ થતી રાજપથ ક્લબ ફરી વિવાદોમાં સપડાઇ છે. રાજપથ ક્લબમાં સ્વિમિંગપુલમાં શીખવા આવતી 2 યુવતીઓને કોચે જાહેરમાં પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાથી ફરી રાજપથ ક્લબ ચર્ચામાં આવી ગઈ છે.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, અમદાવાદની રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકી જાહેરમાં પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બન્ને યુવતીઓ કોચથી ખુબ જ ડરેલી છે. આ ઘટના વખતે ત્યાં અનેક લોકો હાજર હતા. પરંતુ તમને જણાવી દઈએ કે, આ ઘટનાને લઈને હજી સુધી કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે ક્લબની ગરીમાને હાની પહોંચાડે તેવા છે.

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવતીઓને કોચે પટ્ટા વડે ફટકારતો હોય. આ વીડિયોમાં સ્વિમિંગ કોસ્ચુમમાં બે યુવતીઓને ત્યાં હાજર કોચ પોતાની પાસે બોલાવી રહ્યો છે. જેથી યુવતીઓ ડરી હતી. આ ઘટના સામે આવતાં ક્લબના સભ્યો પણ કોઈ એક્શન લે તે માટે ચિંતા કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અગાઉ પણ રાજપથ ક્લબ પાર્કિંગ મુદ્દે વિવાદોમાં ફસાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.