today-realme-2-to-go-on-sale-for-the-first-time-on-flipkart
  • Home
  • Technology
  • Realme 2નું આજથી થશે વેચાણ, જાણો તેની કિંમત અને ઓફર

Realme 2નું આજથી થશે વેચાણ, જાણો તેની કિંમત અને ઓફર

 | 11:26 am IST

ગયા અઠવાડિયે લૉન્ચ થયેલા Realme 2 સ્માર્ટફોનનું આજે દેશમાં વેચાણ થશે. Realme 2 સ્માર્ટફોનની ખાસિયત તેમાં આપવામાં અવેલી 4230 એમએએચ બેટરી છે. Realme 2 આ મહિને લૉન્ચ થયેલ Realme 1નું અપગ્રેડ વર્જન છે. Realme 2 બજેટ કિંમતમાં નોચ ડિસ્પ્લે સાથે મળી રહ્યો છે.

Realme 2- 3જીબી રેમ તેમજ 32 જીબી સ્ટોરેજ મોડલની કિંમત ભારતમાં 8,990 છે. જ્યારે 4જીબી રેમ તેમજ 64 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 10,990 છે. કંપનીએ 6જીબી રેમ મોડલની કિંમત હજુ જાહેર કરી નથી.

ફોનની ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર બપોરે 12 કલાકથી વેચાણ શરૂ થશે. ફોન ડાયમન્ડ બ્લેક અને રેડ કલરમાં મળશે. ગ્રાહકો માટે નો કોસ્ટ ઈએમઆઈ ઓફર મળી રહી છે. તો સાથે સાથે રિલાયન્સ જિયો તરફથી 4,200ની છૂટ આપવામાં આવી રહી છે.Realme 2માં 6.2 ઈંચ નોચ ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. ઓક્ટાકોર સ્નેપડ્રેગન 450 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોનમાં 32જીબી તેમજ 64 જીબી સ્ટોરેજ વિકલ્પ મળશે જેને 256 જીબી માઈક્રોએસડી કાર્ડથી વધારી શકાશે.

કેમેરાની વાત કરીએ તો તેમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ ડ્યૂઅલ કેમેરા આપવામાં આવ્યો છે. રિયર કેમેરામાં પોટ્રેટ મોડ પણ છે. સેલ્ફીમાટે 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા છે. Realme 2માં ડ્યૂઅલ સપોર્ટ આપવામાં આવેલ છે. ફોનના લોક માટે તેમાં ફિગરપ્રિન્ટ લોક, ફેશલોક, સ્માર્ટ લોક જેવી સુવીધા આપવામા આવી છે.આ સ્માર્ટફોનમાં 8.1 એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવેલ છે.