today-reliance-jio-phone-2-sale-start-know-prise
  • Home
  • Featured
  • Jio Phone 2નો આજથી સેલ શરૂ, જાણો તેની કિંમત અને ફીચર્સ

Jio Phone 2નો આજથી સેલ શરૂ, જાણો તેની કિંમત અને ફીચર્સ

 | 1:37 pm IST

રિલાયન્સ Jio Phone 2ને આ વર્ષે જુલાઈમાં કંપનીની 41મી વાર્ષીક જનરલ મીટિંગના દિવસે લૉન્ચ કર્યો હતો. પહેલા જિયો ફોનની જેમન બીજી જનરેશન વાળા Jio Phone 2 પણ ગ્રાહકોને ખુબ સપંદ પડી રહ્યો છે. ગુરૂવારે એકવાર ફરી Jio Phone 2ને વેચાણ માટે ઉપલબ્ધ કરાવાશે. ફોનનું વેચાણ Jio.com પર આજથી શરૂ થયુ છે.

આ પણ વાંચો: જિયોના ગ્રાહકો માટે આવ્યા ખુશખબર, થયા મહત્વનાં કરાર

Jio Phone 2ની કિંમત

Jio Phone 2ની કિંમત 2,999 રૂપિયા રાખવામાં આવી છે. આજે થઈ રહેલા સેલમાં Jio Phone 2ને પેટીએમ વોલેટથી ખરીદવાથી 200 રૂપિયા કેશબેક મળશે. ડિવાઈસ માટે ગ્રાહકો પાસે ત્રણ રીચાર્જ એપ્શન છે. જેમાં રૂપિયા 49, રૂપિયા 99, અને 153નો પ્લાન છે. જિયો ફોનના ઓર્ડર કર્યા પછી 5થી 7 દિવસમાં ડિલેવરી મળી જશે.

Jio Phone 2ના સ્પેશિફિકેશન અને ફીચર્સ

આ એક સ્માર્ટ ફીચર ફોન છે. તેમાં ક્વર્ટી કીબોર્ડ આપવામાં આવ્યુ છે. આ ફોનમાં 512 એમબી રેમ 4જીબી ઈનબીલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડથી 128 જીબી સુધી વધારી શકાશે. પાવર માટે 2000 એમએચની બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: WhatsApp બાદ હવે જિયોફોનમાં આવ્યુ YouTube

Jio Phone 2માં વોયસ કમાન્ડીસ માટે અલગ બટન આપવામાં આવ્યુ છે. જેનાથી ગૂગલ આસીસ્ટન્ટ તુરન્ત એક્ટીવેટ થઈ શકે છે. ફોનમાં 4જી વીઓલટીઈ, બ્લૂટૂથ, જીપીએસ, એનએફસી અને એફએમ રેડિયો જેવા ફીચર્સ છે. જિયો ફોનની તુલના કરીએતો બન્નેની ડિઝાઇનમાં બહુ મોટો ફર્ક છે. ફોનમાં 4 નેવિગેશન બટન આપવામાં આવ્યા છે. જે તમને બ્લેકબેરીની યાદ અપાવશે. નવા ફોનનો ડિસ્પ્લે પણ પહેલા કરતા મોટો છે.