Today RSS Meeting In Nagpur, Amit Shah May be Present
  • Home
  • Election 2019
  • નાગપુરમાં RSSની બંધ બારણે બેઠક, અમિત શાહને લઇ લેવાશે મોટો નિર્ણય!

નાગપુરમાં RSSની બંધ બારણે બેઠક, અમિત શાહને લઇ લેવાશે મોટો નિર્ણય!

 | 3:21 pm IST

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ની નાગપુરમાં 20મી મેના રોજ એટલે કે આજે મોટી બેઠક યોજાવાની છે. તેમાં સંઘના તમામ દિગ્ગજો અને ભાજપના કેટલાંક મોટા નેતા પણ સામેલ થશે. બેઠકમાં 23મી તારીખના રોજ આવનારા ચૂંટણી પરિણામોને સંબંધિત આકરણી કરે તેવી ચર્ચા છે. માહિતી એવી છે કે આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ પદની પસંદગી પર ચર્ચા થશે. એવી પણ ચર્ચા છે કે અમિત શાહ પણ સામેલ થઇ શકે છે, જો કે તેને લઇ કોઇ પુષ્ટિ થઇ નથી. ઉલ્લેખનીય છે કે હાલ ભાજપના અધ્યક્ષ અમિત શાહ છે.

2014મા ભાજપને મળેલ અભૂતપૂર્વ જીતના બે મહિના બાદ ભાજપની કમાન અમિત શાહને સોંપી દેવામાં આવી હતી. તેમના કાર્યકાળમાં ભાજપે કેટલીય વિધાનસભા ચૂંટણીઓમાં સારું પ્રદર્શન પણ કર્યું અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભાજપે પોતાનો પગદંડો જમાવ્યો.

2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા અમિત શાહે અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધીમાં 47 પ્રવાસ કર્યા છે. એટલું જ નહીં છેલ્લાં પાંચ વર્ષમાં તેઓ 1500 જનસભાઓનો હિસ્સો રહ્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે અમિત શાહે 6 લાખ કિલોમીટરનો પ્રવાસ ચૂંટણી સંબંધિત કર્યો છે જ્યારે 4,03,000 કિલોમીટરનો પ્રવાસ પાર્ટીના સંયોજન કાર્યના સંબંધમાં કર્યો છે.

અમિત શાહનો કાર્યકાળ 2016મા શરૂ થયો. 2014મા ઉત્તરપ્રદેશમાં ભાજપને મોટી જીત અપાવ્યા બાદ તેમણે બધાનું ધ્યાન ખેંચ્યું. 2014 ચૂંટણીના વોર રૂમમાં હિસ્સો રહેલા મોદીના એક ખાસ માણસે જણાવ્યું છે કે 2019ની ચૂંટણી અમિત શાહની ચૂંટણી છે. લાંબા સમયથી ચૂંટણી માટે કામ કરી રહેલા અમિત શાહે મોટાભાગે પોતાનો પગ જમાવી લીધો છે. દિલ્હીના દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર આવેલા ભાજપના નવા કાર્યાલયમાં પાંચમા માળે એક કંટ્રોલ રૂમ હતો જે એકલા અમિત શાહને સોંપી દેવાયો હતો.

જુઓ આ વીડિયો પણ : એક્ઝિટ પોલના પરિણામથી વિપક્ષમાં નારાજગી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન