Stock Market News : Sensex closed with 105 Points Down
  • Home
  • Business
  • શેરબજારમાં વેચવાલીનું દબાણ, સેન્સેક્સ 105 પોઈન્ટના કડાકા સાથે બંધ

શેરબજારમાં વેચવાલીનું દબાણ, સેન્સેક્સ 105 પોઈન્ટના કડાકા સાથે બંધ

 | 4:31 pm IST

શેર માર્કેટમાં આજે વેચવાલીનું દબાણ જોવા મળ્યુ હતુ. સેન્સેક્સ નિફ્ટી આજે નીચલા સ્તર પર પહોંચીને બંધ થયા છે. સેન્સેક્સમાં આજે 125 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો તો નિફ્ટીમાં આજે 40 પોઈન્ટ ઘટાડો થયો છે. વીકલી એક્સપાયરી હોવાથી નિફ્ટી બેન્કમાં ઘટાડો હાવી થયો હતો.

બેન્ક નિફ્ટીમાં આજે લગભગ 200 પોઈન્ટ એટલેકે 0.69 ટકા તુટીને 27528.55ના સ્તર પર બંધ થયો છે. મિડકૈપના શેરોમાં આજે ખરીદારી જોવા મળી હતી જેનાથી બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમા આજે 0.5 ટકાનો વધારો નોંધાયો હતો. 15196.40ના સ્તર પર બંધ થયો છે. મિડકેપના શેરોમાં આજે ખરીદારી જોવા મળી હતી. જેનાથી બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.5 ટકાના વધારા સાથે 15196.40 સ્તર પર બંધ થયો છે. તો બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.2 ટકાના વધારા સાથે 14628.24ના સ્તર પર બંધ થયો છે.

આજના કારોબારમાં એચપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી ઈન્ફ્રાટેલ, ગ્રાસીમમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો અને ફાર્મા શેરોમાં આજે ભાવ વધારો જોવા મળ્યો હતો. કાચાતેલમાં ભાવમાં આવેલી મજબૂતીના કારણે ટ્રેડ ઓયલ માર્કેટિંગ કંપનીઓએ, પેન્ટ અને એવિએશન શેરોમાં દબાણ જોવા મળ્યુ હતુ. એચપીસીએલ, આઈઓસી અને બીપીસીએલમાં આજે 1.5 થી 2.5 ટકાનો કડાકો જોવા મળ્યો હતો.

કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 106.41 ટકા એટલે કે 0.29 ટકાની કમજોરી સાથે 36106.50ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં 33.55 પોઈન્ટ એટલેકે 0.31 ટકાની કમજોરી સાથે 10821.60 ના સ્તર પર બંધ થયો છે.