Midcap stocks were seen selling today
  • Home
  • Business
  • છેલ્લી કલાકમાં તેજી ગુમાવી, સેન્સેક્સ-નિફ્ટી સપાટ થઈ થયા બંધ

છેલ્લી કલાકમાં તેજી ગુમાવી, સેન્સેક્સ-નિફ્ટી સપાટ થઈ થયા બંધ

 | 4:21 pm IST

કાલની તેજી પછી આજે માર્કેટમાં ભારે ચડાવ-ઉતાર જોવા મળ્યો હતો. કારોબાર દરમિયાન છેલ્લા કલાકમાં દિવસ દરમિયાન જળવાઈ રહેલી તેજી ગુમાવી હતી. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સપાટ થઈને પણ લીલા નિશાન પર બંધ થયા છે એટલે કે ક્લોજીંગ કાલના સ્તર પર જ રહી છે.

આજના કારોબારમાં યશ બેન્ક, ઈન્ડીયા બુલ્સ હાઉસિંગ, વિપ્રો અને ઈન્ડસઈન્ડ બેન્કમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી તો જેએસડબસ્યૂ સ્ટીલ્સ ભારતી ઈન્ફ્રા, વેદાંતા અને ભારતી એરટેલમાં સૌથી વધુ કડાકો જોવા મળ્યો હતો.

મિડકેપ શેરોમાં આજે વેચવાલી જોવા મળી હતી જેના કારણે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.02 ટકાનો કડાકો બોલ્યો હતો સાથે 15187.14ના સ્તર પર બંધ થયો છે. જો કે સ્મોલકેપ ઈન્ડેક્સ લીલા નિશાન પર બંધ થવામાં કામયાબ રહ્યો છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.14 ટકાના વધારા સાથે 14659.61ના સ્તર પર બંધ થયો છે આજના કારોબારમાં ઓયલ એન્ડ ગેસ શેરોમાં સારી ખરીદારી જોવા મળી હતી. બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં આજે 0.66 ટકાનો વધારા સાથે બંધ થયો છે.

બેન્કીંગ શેરોમાં ખરીદારીના કારણે નિફ્ટી આજે 0.30 ટકાની તેજી સાથે 27483.70ના સ્તર પર બંધ થયો છે. આઈટી, ફાર્મા અને પીએસયૂ બેન્કના શેરોમાં આજે સારો વધારો જોવા મળ્યો છે. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં 0.34 ટકાની તેજી, ફાર્મામાં 0.30 ટકાની તેજી પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 0.60 ટકાની તેજી સાથે બંધ થયો છે.

જો કે આજના કારોબારમાં મેટલ, એફએમસીજી અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીના મેટલ ઇન્ડેક્સમાં આજે 0.64 ટકા, એફએમસીજી ઈન્ડેક્સમાં 0.73 ટકા ઓટો ઈન્ડેક્સમાં 0.24 ટકા તુટીને બંધ થયો છે.

કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સમાં સેન્સેક્સમાં 2.96 પોઈન્ટ એટલેકે 0.01 ટકાના સામાન્ય વધારા સાથે 36321.29ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના 50 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સમાં નિફ્ટીમાં 3.50 એટલેકે 0.03 ટકાની તેજી સાથે 10890.30ના સ્તર પર બંધ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન