today-share-market-sensex-climbs-up-224-point-nifty-closed-near-11550
  • Home
  • Business
  • શેર બજારમાં આવી તેજી સેન્સેક્સમાં 224 તો નિફ્ટી 11550ની સપાટીએ બંધ

શેર બજારમાં આવી તેજી સેન્સેક્સમાં 224 તો નિફ્ટી 11550ની સપાટીએ બંધ

 | 4:53 pm IST

તેજ શરૂઆત બાદ માર્કેટમાં ઘટાડો થયો હતો તો છેલ્લા એક કલાકમાં સારી રિકવરી જોવા મળી હતી. ભારે ચઢાવ-ઉતાર બાદ સેન્સેક્સ 224 પોઈન્ટ પર બંધ થયો હતો. તો નિફ્ટીએ 50થી વધુ પોઇન્ટનો ઉછાળો કર્યો હતો. ચાલુ કારોબારે આજે નિફ્ટી 11,436 પર પહોંચી હતી.તો સેન્સેક્સમાં 37,912.5 પર પહોંચ્યુ હતો. રિકવરી આવતા નિચલા સ્તર પર નિફ્ટીમાં 100 પોઈન્ટ તો સેન્સેક્સમાં 330 પોઈન્ટનો સુધારો થયો હતો. અંતમાં સેન્સેક્સ 224.5 પોઇન્ટ એટલેકે 0.6ના વધારા સાથે 38,243 સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી 60 પોઈન્ટ એટલેકે 0.5 ટકા વધારા સાથે 11,537ના સ્તરે બંધ થયો હતો.

મિડકેપ-સ્મોલકેપમાં આવી રિકવરી
મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેક્સમાં રિકવરી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકાના વધારા સાથે 16,317ના સ્તરે બંધ થયો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકા ઉછળીને 16,804ના સ્તરે બંધ થયો હતો.

બેન્કીંગ અને પાવર શેરોના ભાવો વધ્યા
આજના વેપારમાં ફાર્મા, રિયલ્ટી, બેન્કીંગ અને પાવર અને ઓયલ એન્ડ ગેસના શેરોમાં વધારો થયો હતો. બેન્ક નિફ્ટી 0.3 ટકા તેજી સાથે 27,468.7 સ્તરે બંધ થઈ હતી. જો કે મીડિયા, પીએસયૂ બેન્ક અને એફએણસીજી શેરોમાં વેચાણ જોવા મળ્યુ હતુ.