today-starts-flipkart-big-diwali-sale-you-can-buy-smartphones-at-low-cost
  • Home
  • Featured
  • Flipkart પર 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ‘Big Diwali’ સેલ, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

Flipkart પર 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ‘Big Diwali’ સેલ, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

 | 12:07 pm IST

જો તમે ઇ-કૉમર્સ Flipkartના પહેલા બે સેલમાં સસ્તી કિંમતમાં પ્રોડક્ટ ખરીદી નહોય તો કંપની તમને ફરીથી સસ્તી કિંમતે પ્રોડક્ટ ખરીદવા માટે એક સારી તક આપી રહ્યુ છે. ફ્લિપકાર્ટ પર 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી બિગ દિવાળી સેલ શરૂ થયો છે જેમાં તમે 75% ડિસ્કાઉન્ટ સાથે મોબાઇલ, ટેબ્લેટ્સ અને ટીવી ખરીદી શકો છો.

ઈલેક્ટ્રોનિક્સના આ ઉત્પાદનો પર સારૂ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.આ ઉપરાંત, તમે આ સેલમાં ઇએમઆઈ અને કેશબેક ઓફરનો પણ લાભ મેળવી શકશો. 

સ્માર્ટફોન પર આ રીતનું છે ડિસ્કાઉન્ટ

Honor 9N: ચીનની મોબાઈલ બનાવનાર કંપની Honor તાજેતરમાં સસ્તી કિંમત અને શાનદાર ફિચરનો સ્માર્ટફોન Honor 9N લૉન્ચ કર્યો છે, જેની કિંમત રૂ. 11,999 રાખવામાં આવી છે. આ ફોનમાં 3 GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે, જે તમે ફ્લિપકાર્ટના બિગ દિવાળી સેલમાં માત્ર 9,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Nokia 5.1 Plus: એચએમડી ગ્લોબલે તાજેતરમાં ભારતમાં Nokia 5.1ને ભારતમાં 10,999 રૂપિયામાં લૉન્ચ કર્યો છે. પરંતુ હવે તમે તેને ફ્લિપકાર્ટથી રૂ. 10,499 મા ખરીદી શકો છો. આ ફોન ગ્લાસ બોડી ડિઝાઇન સાથે આવે છે. તેમાં 5.86 ઇંચની પૂર્ણ એચડી + ડિસ્પ્લે છે. આ ફોન ટેક હેલિયો પી 60 પ્રોસેસર સાથે આવે છે. આ ઉપરાંત તેમાં ડ્યુઅલ કૅમેરા સેટઅપ પણ છે.

Realme 2 Pro: તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલા 6 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજનો Realme 2 Pro સ્માર્ટફોન તમે ફ્લિપકાર્ટના બિગ દિવાળી સેલ હેઠળ માત્ર રૂ. 13,990 મા ખરીદી શકો છો, જ્યારે તેની મુળ કિંમત રૂ.15,990 છે. 8 GB રેમ + 128 GB ઇન્ટરનલ ધરાવતો આ ફોન 17,990 રૂપિયામાં ખરીદી શકો છો.

સાથે સાથે આ ફોનમાં 13000 સુધીનું એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવેલ છે. જો ગ્રાહક પુરી એકસચેન્જ વેલ્યૂ મેળવી શકે તો આ ફોન ફક્ત 990ની કિંમતમાં મળે છે. સાથે SBI ક્રેડિટ પર પેમેન્ટ કરનારા ગ્રાહકોને 10
ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન