Today Surat In Corona cases increased in Athwa zone and Rander zone
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાવધાન! સુરતમાં ફરી એકવાર કોરોનાની દસ્તક: આજથી બે વર્ષ પહેલાંનો ઇતિહાસ ફરી દોહરાવ્યો

સાવધાન! સુરતમાં ફરી એકવાર કોરોનાની દસ્તક: આજથી બે વર્ષ પહેલાંનો ઇતિહાસ ફરી દોહરાવ્યો

 | 9:59 am IST
  • Share

  • અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં કોરોનાના કેસો વધ્યા
  • પાલની વધુ એક સોસાયટીમાં એક સાથે ચાર પોઝીટીવ
  • ચાર પૈકી ત્રણ વ્યક્તિને વેક્સિનનો ડબલ ડોઝ પૂર્ણ
  • ગણેશોત્સવ દરમિયાન ઉજવણી અને જમણવારનું પરિણામ
  • અઠવા, રાંદેરમાં કેસ વધતા તંત્ર દોડતું થયું

સુરત શહેર-જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 06 કેસ નોંધાયા હતા. જેની સાથે સુરતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 66 થઈ હતી. જ્યારે 12 દર્દી સાજા થતા રજા આપવામાં આવી હતી. બીજી બાજુ વલસાડ જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ દેખાયો હતો. સુરતમાં ફરી એકવાર કોરોના વાયરસે જબરદસ્ત દસ્તક આપી છે. કોરોના વાયરસની ત્રીજી સંભવિત લહેરને જોતા સુરતના અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં કોરોનાના કેસો વધ્યા છે. કોરોનાએ બે વર્ષ પહેલાંનો ઇતિહાસ ફરી દોહરાવ્યો છે.

સુરતના પાલ વિસ્તારમાં આવેલી વધુ એક સોસાયટીમાં કોરોના વાયરસના એક સાથે ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. ચાર વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો ડબલ ડોઝ પૂર્ણ થઈ ચૂક્યો છે. તેમ છતાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ગણેશોત્સવ દરમિયાન ઉજવણી અને જમણવારનું પરિણામ હાલ સુરતમાં જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં પણ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધે તો નવાઈ નહી? સુરતના અઠવા, રાંદેર વિસ્તારમાં કોરોના વાયરસના કેસ વધતા તંત્ર દોડતું થયું છે.

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં પીપલોદ વિસ્તારમાં એક જ પરિવારના સભ્યો કોરોનાની ઝપેટે ચઢ્યા હતા. પાલ વિસ્તારમાં આવેલા સિલ્વર લીફ કેમ્પસમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા ગંભીરતાથી લઇ સમગ્ર કેમ્પસને કોરોના કલ્સ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. બન્ને ઝોનમાં ફરીથી કેસો વધતા તંત્ર દોડતું થયું છે.

સુરતમાં કોરોનાના નવા 06 કેસ: 12 દર્દી સાજા થયા: વલસાડ જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ દેખાયો

રવિવારે સુરત શહેરમાં કોરોનાના નવા 05 કેસ સાથે કુલ દર્દીનો આંકડો 1,11,576 થયો હતો અને મરણાંક 1629 ઉપર સ્થિર રહ્યો હતો. જ્યારે સુરત જિલ્લામાં વધુ એક કેસ સાથે કોરોનાના કુલ દર્દીની સંખ્યા 32,143 થઈ હતી અને મરણાંક 486 ઉપર સ્થિર રહ્યો હતો. આમ, આજદિન સુધીમાં સુરત શહેર-જિલ્લામાં કોરોનાના કુલ 1,43,719 કેસ થઈ ચૂક્યા છે. જ્યારે મૃત્યુઆંક 2115 થયો છે. રવિવારે સુરત શહેરમાં 8 અને જિલ્લામાં 4 મળી કોરોનાના વધુ 12 દર્દી સાજા થયા હતા. જેની સાથે અત્યાર સુધીમાં શહેરના 1,09,884 અને જિલ્લાના 31,654 મળી કુલ 1,41,538 દર્દી કોરોનામુક્ત થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો