today surat-some-unknown-man-kidnapped-girl
  • Home
  • Featured
  • સુરતમાં ધોળા દિવસે યુવતીનું થયું અપહરણ, પછી થયો ચોંકાવનારો ખુલાસો

સુરતમાં ધોળા દિવસે યુવતીનું થયું અપહરણ, પછી થયો ચોંકાવનારો ખુલાસો

 | 7:18 pm IST

રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમનો રેસિયો વધતો જાય છે, ત્યારે આજે સુરતમાં ધોળા દિવસે યુવતીના અપહરણની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવીફૂટેજમાં કેદ થઇ હતી. તમને જણાવી દઇએ કે, સુરતના ચોકબજાર વિસ્તારમાં કારમાં આવેલા શખ્સોએ યુવતીનું ધોળા દિવસે અપહરણ કરી ફરાર થયા હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને યુવતીને છોડાવી હતી. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ચોકબજાર વિસ્તારમાંથી નોકરી કરીને પરત આવતી યુવતીનું ડભોલી પાસે અપહરણ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, યુવતી તેની નણંદ સાથે ઘરે પાછી ફરી રહી હતી. ત્યારે સ્વામિનારાયણ મંદિર પાસે છ વ્યક્તિઓએ યુવતીને રોકીને તેનું અપહરણ કર્યું હતું.

પોલીસે ઘટનાને પગલે નજીકના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં પોલીસને પ્રાથમિક રીતે જોતા અંદાજો આવ્યો હતો કે, કેટલાક શખ્સો કારમાંથી નીચે ઉતરીને યુવતીને ઉઠાવી લઈ જાય છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ જોતા અપહરણકર્તાઓ ભાગી ગયા હતા. આ ઘટનામાં પોલીસને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે તેનું અપહરણ કરવામાં આવ્યું હોય.