today-we-have-brought-traditional-basundi
  • Home
  • Food & Travel
  • સ્વાદના રસિયાઓ માટે આજે અમે લાવ્યા છીએ પારંપરિક બાસુંદી

સ્વાદના રસિયાઓ માટે આજે અમે લાવ્યા છીએ પારંપરિક બાસુંદી

 | 10:52 am IST

સૂકા મેવાથી ભરેલી અને એલચીની મનમોહક સુગંધ ધરાવતી બાસુંદી મુખ્યત્વે ગુજરાત, કર્ણાટક તથા મહારાષ્ટ્રની પારંપરિક મિઠાઈ છે. દૂધથી બનતી આ મિઠાઈ ગુજરાતમાં ખાસ તો તહેવારો અને લગ્ન સમારંભોમાં બનાવવામાં આવે છે.

આપ ઇચ્છો તો તેને ઠંડી ખાવ કે પછી ગરમા-ગરમ પૂરીઓ સાથે મહેમાનોને ખવડાવો. તેનો સ્વાદ એવો જામે છે કે દરેક વ્યક્તિ તેનાં વખાણ કરે છે. ફટાફટ બનતી આ મિઠાઈમાં વધારે સામગ્રી પણ નથી લાગતી. તેથી જો આપ ઇચ્છો, તો તેને પાર્ટી માટે ફટાકથી તૈયાર કરી શકો છો. બાળકોની આ મનપસંદ મિઠાઈને બનાવવા આજે તમને આ રીત શિખવીશું

બાસુંદી બનાવવા જરૂર પડશે આ સામગ્રી

ફુલ ક્રીમ ધરાવતું દૂધ – 1/2 લીટર ખાંડ – 3 ટેબલ સ્પૂન સમારેલા કાજૂ – 4 ટેબલ સ્પૂન સમારેલી બદામ – 1 ટેબલ સ્પૂન એલચી પાવડર – 1/2 ટી સ્પૂન

બાસુંદી બનાવવાની રીત

1. એક નૉન સ્ટિક અને મોટા તળ વાળા પૅનમાં દૂધ નાંખો. 2. દૂધને ઉકળવા દો, સાથે-સાથે તેને સતત હલાવતા પણ રહો કે જેથી તે બળે નહીં. 3. દૂધને ત્યાં સુદી ઉકાળો કે જ્યાં સુધી તે અડધું ન થઈ જાય. 4. હવે ખાંડ નાંખો અને 2-3 મિનિટ હલાવતા રહો. 5. હવે સમારેલા બદામ અને કાજૂ મેળવો. 6. તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. 7. હવે અંતે એલચી પાઉડર ભભરાવો અને ગૅસ બંધ કરી તેને પિરસો. કેસર નાખી તેને કલર ફૂલ બનાવી શકો સાથે સાથે ટૂટી ફૂટી પણ નાખી શકો.