આજે દર્શન કરીશુ સુંદર અને પૌરાણિક ધામમાં વસતા મા કાળકાના દર્શન, Video
આજે દર્શન કરીશુ એક એવા સુંદર અને પૌરાણિક ધામના જે સ્થિત છે ભારતની રાજધાની દિલ્હી ખાતે…દિલ્હીના સૂર્યકુટ્ટા પર્વત પર સ્થિત કાળકા માતાજીની મંદિરનો આજે જાણીશુ મહિમા..કે જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે કાળકા મંદિરનુ આ ધામ તેમના મુળ નિવાસ સ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે તો આવો દર્શન કરીએ આ અને મેળવીએ ભક્તોની રક્ષા કરતી મા કાળકાના..
રાજધાની દિલ્હીનો એક એવો વિસ્તાર કે જે મા કાળકાના નિવાસ સ્થાન તરીકે ઓળખાય છે જે વિસ્તારનુ નામ લેતા જ આ વાતની પ્રતિતી થાય છે જી હા દિલ્હીના કાળકાજી વિસ્તારમાં નિર્મિત છે કાળકા માતાનુ સુંદર ધામ ..જ્યાં મા કાળકાની ખુબ જ અલૌકિક અને અનોખી મૂર્તિના થાય છે દર્શન..
કાળકા માતાનુ આ ધામ દિલ્હીના અરવલી માઉંટેન રેન્જના સૂર્યકુટ્ટા પર્વત પર સ્થિત છે..દિલ્હીનુ આ ખુબ જ પૌરાણિક અને આધ્યત્મિક સ્થાન તરીકે પ્રસિદ્ધ પામ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન