Today, with 1175 positive cases, the number of coronaviruses in Gujarat has reached 1,55,098.
  • Home
  • Ahmedabad
  • ધીમે-ધીમે કોરોના સામે જંગ જીતતું ગુજરાત, 24 કલાકના આંકડાએ જગાડી નવી આશા

ધીમે-ધીમે કોરોના સામે જંગ જીતતું ગુજરાત, 24 કલાકના આંકડાએ જગાડી નવી આશા

 | 7:01 pm IST

કોરોના મહામારી (Corona Epidemic)માં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ કોરોના વાયરસ (CoronaVirus)ના પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1175 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,55,098એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાત (Gujarat)માં કૂલ મૃત્યુઆંક વધીને 3598એ પહોંચ્યો છે. જ્યારે 1414 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.04 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 51,65,670 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 165, સુરત 78, વડોદરા કોર્પોરેશન 77, રાજકોટ કોર્પોરેશન 76, જામનગર કોર્પોરેશન 60, વડોદરા 40, મહેસાણા 39, રાજકોટ 29, અમરેલી 28, ગાંધીનગર કોર્પોરેશન 27, ભરૂચ 25, જામનગર 25, પાટણ 23, સુરેન્દ્રનગર 23, જુનાગઢ 21, જુનાગઢ કોપોરેશન 20, કચ્છ 20, ગાંધીનગર 19, પંચમહાલ 19, સાબરકાંઠા 19, ગીર સોમનાથ 18, અમદાવાદ 17, ભાવનગર કોર્પોરેશન 14, મોરબી 14, આણંદ 12, બનાસકાંઠા 11, દેવભૂમિ દ્વારકા 11, દાહોદ 10, નવસારી 10, મહીસાગર 8, તાપી 7, અરવલ્લી 6, ભાવનગર 6, ખેડા 6, પોરબંદર 6, નર્મદા 5, છોટા ઉદેપુર 4, વલસાડ 3, બોટાદ 2 મળી કુલ 1175 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, પાટણ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3598એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,36,541 નાગરીકો સાજા થઈ ગયા છે. 3598ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,959 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 79 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,880 સ્ટેબલ છે.

આ વીડિયો પણ જુઓ : GPSC દ્વારા સંભવિત કાર્યક્રમ જાહેર કરાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન