Astrology you will see the Ramdevpir temple, its glory Video
  • Home
  • Featured
  • આજે દર્શન કરીશુ રામદેવપીર મંદિરના, જાણીશું તેમનો મહિમા Video

આજે દર્શન કરીશુ રામદેવપીર મંદિરના, જાણીશું તેમનો મહિમા Video

 | 8:57 am IST

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે રામદેવપીરનું મંદિર આવેલું છે આ મંદિર જામનગરથી 52 કી.મી દૂર આવેલું છે આ મંદિરે દૂર દૂર થી ભક્તજનો દર્શન કરવા માટે આવે છે. કાલાવડના નવા રણુજા ગામે આવેલ બાબા રામદેવપીરનું મંદિર પ.પૂ.બ્રહ્મલીન સંત શ્રી ખુશાલબાપુએ આ મંદિરમાં બાબા રામદેવજીની 1960માં સ્થાપના કરી હતી.

આ જગ્યા પર પહેલા જંગલ અને મેદાન જ હતું ત્યાર બાદ સંત શ્રી ખુશાલબાપુ દ્વારા અહીંયા તેની સ્થાપના કર્યા બાદ આ મંદિરનો શિલાયન્સ કરવામાં આવ્યો અહીંયા મંદિરમાં ઉજળિયા સુદ-બીજ ઉજવવામાં આવે છે અહીંયા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિ પાઠ દર માસના એકમે કરવામાં આવે છે અને સાથે અન્નકૂટ પણ ધરવામાં આવે છે. 

અહીંયા વર્ષની 12 બીજ ઉજવવવમાં આવે છે અને પ.પૂ.સંત શ્રી ખુશાલબાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. આ રામદેવજીના મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને શાંતિનો અહેસાસ થાય છે અહીંયા દરરોજના 1000 જેટલા ભાવિકો દર્શનાથે દર્શન કરવા માટે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન