Today Yuvraj Singh to Announce Retirement?
  • Home
  • Sports
  • Cricket
  • ઇન્ડિયન ટીમનો આ ખેલાડી વર્લ્ડ કપની વચ્ચે સંન્યાસની આજે કરી શકે છે જાહેરાત

ઇન્ડિયન ટીમનો આ ખેલાડી વર્લ્ડ કપની વચ્ચે સંન્યાસની આજે કરી શકે છે જાહેરાત

 | 7:41 am IST

ભારતના 2011ના વર્લ્ડ કપમાં નાયક રહેલા યુવરાજ સિંહે આજે મીડિયાને સાઉથ મુંબઇની હોટલમાં વાતચીત કરવા માટે બોલાવ્યા છે. તેના પરથી અટકળો લાગી રહી છે કે તેઓ સંન્યાસની જાહેરાત કરી શકે છે. ભારતના સર્વશ્રેષ્ઠ સીમિત ઓવરોના ક્રિકેટરોમાંથી એક યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે અને તેઓ આઇસીસીમાંથી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી20 લીગમાં ફ્રીલાન્સ કેરિયર બનાવા માંગે છે.

બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ તાજેતરમાં જ કહ્યું હતું કે યુવરાજ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સંન્યાસ અંગે વિચારી રહ્યો છે. તેની માહિતી ધરાવતા બીસીસીઆઈના એક સૂત્રે કહ્યું કે તેઓ બીસીસીઆઈ સાથે વાત કરવા માંગશે અને જીટી20 (કેનેડા) અને આયરલેન્ડ અને હોલેન્ડમાં યુરો ટી20 સ્લેમમાં રમવા અંગે સ્પષ્ટતા કરવા માંગશે. કારણ કે તેમાં રમવા માટેની ઓફર મળી રહી છે.

ઇરફાન પઠાણે તાજેતરમાં જ કેરેબિયન પ્રીમિયર લીગના ડ્રાફ્ટમાં પોતાનું આપ્યું હતું. પરંતુ તેઓ હજુ પણ સક્રિય પ્રથમ શ્રેણી ખેલાડી છે અને તેમણે બીસીસીઆઈમાંથી સ્વીકૃતિ નથી લીધી. બીસીસીઆઈના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે ઇરફાનને ડ્રાફ્ટમાંથી નામ પાછું લેવાનું કહ્યું છે. જ્યાં સુધી યુવરાજનો સવાલ છે તો અમારે નિયમ જોવો પડશે. જો આ પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સંન્યાસ લઇ પણ લે તો પણ બીસીસીઆઈની અંતર્ગત રજીસ્ટર્ડ સક્રિય ટી20 ખેલાડી બની શકે છે.

યુવરાજ આ વર્ષે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની તરફથી રમ્યા પરંતુ મોટા ભાગે તેને તક મળી નથી આથી તે પોતાની ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કેટલાંક લોોકનું માનવું છે કે જો ઝાહીર ખાન અને વીરેન્દ્ર સહેવાગ દુબઇમાં ટી10 લીગનો હિસ્સો બની શકે છે તો પછી યુવરાજને સ્વીકૃતિ કેમ ના મળી શકે.

આ Video પણ જુઓ : પોરબંદરના કુતિયાણામાં ડાયરામાં રૂપિયાનો વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન