આજે સોમવતી અમાસે કરો તમારી રાશિ મુજબ આ ઉપાય, મળશે ફાયદો જ ફાયદો - Sandesh
  • Home
  • Astrology
  • આજે સોમવતી અમાસે કરો તમારી રાશિ મુજબ આ ઉપાય, મળશે ફાયદો જ ફાયદો

આજે સોમવતી અમાસે કરો તમારી રાશિ મુજબ આ ઉપાય, મળશે ફાયદો જ ફાયદો

 | 11:11 am IST

આજનો દિવસ ધાર્મિક માન્યતા પ્રમાણે વિશેષ છે. આજે સોમવાર છે અને અમાસ પણ છે. સોમવારે આવનારી અમાસને સોમવતી અમાસ કહે છે. આ 2018ની પ્રથમ સોમવતી અમાસ છે. આ અમાસનું શાસ્ત્રોમાં ઘણું મહત્વ છે. આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કરાતા ઉપાયોથી તેમની કૃપાથી બધા સુખ મેળવી શકાય છે.

સોમવતી અમાસના દિવસે ભગવાન શંકરની પૂજા જરૂરથી કરો. આ દિવસે શક્ય હોય તો કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરો અને દાન આપો. શિવ પૂજાની સાથે સંભવત હોય તો શિવ ચાલીસાનો પાઠ પણ કરો. સોમવતી અમાસના દિવસે ઓમ નમ:શિવાય મંત્રનો વધારેમાં વધારે જાપ કરો. આ મંત્ર જાપ કરવાથી જીવનમાં શિવજીની કૃપાથી સુખ પ્રાપ્ત થશે.

સોમવતી અમાસના દિવસે રાશિ પ્રમાણે ઉપાયો કરી શકાય છે.

મેષ – પુરૂષ પોતાની માતા અથવા પત્નીને લાલ સાડી આપે. મહિલાઓ નાના બાળકોને મીઠાઇ ખવડાવે.
વૃષભ – કોઇ જરૂરિયાતમંદ સૌભાગ્યવતીને સુહાગનો સામાન દાન કરો. ગરીબને અનાજનું દાન કરો.
મિથુન – ગાયને ઘાસ ખવડાવો અને ગણેશજીની પૂજા કરો.
કર્ક – કન્યાને વસ્ત્રોનું દાન કરો. કોઇપણ ગરીબ મહિલાને પોતાની પત્નીથી જલેબીનું દાન કરાવો.
સિંહ – આ દિવસે સહપરિવાર લાલ વસ્ત્રો પહેરો.
કન્યા – પીપળ પર પત્નીની સાથે મળી દૂઘનો અભિષેક કરો, નાના બાળકોને ફળ ખવડાવો.
તુલા – પોતાની બહેનને સોના અથવા ચાંદીના વાસણો ભેટ આપો. કોઇપણ સ્ત્રીને વસ્ત્રનું દાન કરો.
વૃશ્ચિક – કોઇ જરૂરીયાત ધરાવનારા બ્રાહ્મણને ઘઉ અને ગોળનું દાન કરો. બાળકોને મિઠાઇ ખવડાવો.
ધનુ – બ્રાહ્મણ અને નાના બાળકોને બેસનના લોટની મિઠાઇ ખવડાવો. જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા ચણા દાન કરો.
મકર – કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને તેલનું દાન કરો. પીપળની પૂજા કરો.
કુંભ – તળેલી વસ્તુ ખાઓ. બાળકોને સમોસા-કચોરી ખવડાવો.
મીન – બેસનથી બનેલ મીઠાઇનું દાન કરો. પત્નીને સોનાના આભૂષણ અપાવો.