આજે PM મોદીના હસ્તે 9મી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ - Sandesh
 • Home
 • Gandhinagar
 • આજે PM મોદીના હસ્તે 9મી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ

આજે PM મોદીના હસ્તે 9મી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ

 | 1:24 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે ૧૦ કલાકે ૯મી વાઈબ્રન્ટ સમિટને ખુલ્લી મુકશે. બપોરે ૧ વાગ્યા સુધી ચાલનારા ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વના અનેક નામાંકિત ઉદ્યોગપતિઓથી લઈને ૨૦થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખો, મંત્રીઓ અને રાજદ્વારીઓ ઉપસ્થિત રહશે. સાંજે સોવરિન ફંડ, પેન્શન ફંડ સહિતના વિદેશી મુડીરોકાણકર્તાઓના સમુહ સાથે વડાપ્રધાન કાર્યાલય તરફથી મહાત્મા મંદિરમાં ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

PM મોદીનો આજનો કાર્યક્રમ

 • ૮.૨૦ કલાકે રાજભવનથી મહાત્મા મંદિર રવાના
 • ૮.૩૦ કલાકે ફોરેન ડેલિગેટ્સ સાથે વિચારવિમર્શ.
 • ૧૦.૦૦ કલાકે ૯મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન.
 • ૧.૦૦થી ૧.૩૦ ક્લાક સુધીનો સમય આરક્ષિત છે.
 • ૧.૩૦થી ૨.૩૦ ડેલિગેટ્સ સાથે લંચ
 • ૨.૩૦થી ૫.૩૦ કલાક સુધી વન ટુ વન બેઠકો.
 • ૫.૩૦થી ૬.૩૦ કલાક સુધી આંતરરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક.
 • ૬.૪૦થી ૭.૨૦ કલાક સુધી દાંડી કુટિર ખાતે લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો
 • ૭.૩૦થી ૮.૩૦ કલાક દરમિયાન ડેલિગેટ્સ સાથે ડિનર યોજશે.
 • ૮.૩૫ કલાકે દાંડી કુટિરથી રાજભવન અને ત્યાં જ રાત્રિરોકાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન