toddler getting angry while getting a haircut with cutest viral video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આખા દિવસનો થાક ઉતારી દેશે આ બાળક, વાળ કપાવતાં આ ટેંણિયાની વાતો સાંભળી ફિદા થઈ જશો!

આખા દિવસનો થાક ઉતારી દેશે આ બાળક, વાળ કપાવતાં આ ટેંણિયાની વાતો સાંભળી ફિદા થઈ જશો!

 | 9:56 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોનો દિવસ બનાવી દીધો છે. એક વાળંદ બાળકના વાળ કાપી રહ્યો છે. તો જેમ જેમ કાતર ચાલે એમ એમ બાળકને વાળ ટૂંકા થવાની ચિંતા વધતી જાય છે. પછી તે ગુસ્સે થઈને કહે છે અરે યાર… તમે કેમ વધારે વાળ કાપી રહ્યા છો. પછી વાળંદ તેને પ્રશ્નો પૂછતો જાય છે. પરંતુ પ્રશ્નોના જવાબ આપ્યા પછી પણ બાળક ગુસ્સે જ રહે છે. તેની આંખોમાં આંસુ પણ જોઈ શકાય છે અને ક્રોધ તો એક અલગ જ લેવલે છે. પરંતુ જે આ બે મિનિટનો વીડિયો જોઈ બાળકની ક્યુટનેસ પર લોકો ફિદા થઈ ગયા છે.

આ વીડિયો ટ્વિટર પર અનુપ નામના માણસે 22 નવેમ્બરના રોજ શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘મારું બાળક અનુશ્રુત. બધા માતા-પિતાએ આનો સામનો કરવો પડશે. હાલમાં આ વીડિયો લાખો લોકોએ જોઈ નાંખ્યો છે અને બધા બાળકના ફેન બની ગયા છે. તો તમે પણ જુઓ અહીં આ સરસ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન