Tokyo Olympics: The Indian hockey team reached the semifinals
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Tokyo Olympics: ભારતીય હોકી ટીમ 4 દાયકા બાદ સેમિફાઇનલમાં પહોંચી

Tokyo Olympics: ભારતીય હોકી ટીમ 4 દાયકા બાદ સેમિફાઇનલમાં પહોંચી

 | 7:14 pm IST
  • Share

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. પુરુષ હોકી ટીમે ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટનને 3-1 હરાવીને સેમીફાઈનલમાં પહોંચી છે. ભારતે 4 દાયકા બાદ ઓલિમ્પિકમાં સેમિફાઈનલમાં પહોંચી છે. ભારતીય હોકી  ટીમ 1972 બાદ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી છે. આમ 49 વર્ષ બાદ નવો ઈતિહાસ રચાયો છે.

ભારતે ઓલિમ્પિકમાં છેલ્લો મેડલ 1980 માં મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલના રૂપમાં જીત્યો હતો. આ પછી માત્ર છ ટીમોએ ભાગ લીધો અને રાઉન્ડ રોબિન આધારે ટોચ પર રહેનારી બે ટીમો વચ્ચે ગોલ્ડ મેડલ માટે મુકાબલો થયો હતો. આ રીતે ભારત 1972 મ્યુનિક ઓલિમ્પિક્સ પછી પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચ્યું છે.

ભારત તરફથી દિલપ્રીત સિંહ, હાર્દિક સિંહ અને ગુરજંત સિંહે ગોલ કર્યા છે. ભારતીય હોકી ટીમે શરૂઆતથી જ ગ્રેટ બ્રિટન પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ભારતીય હોકી ટીમના ખેલાડીઓએ આક્રમક રમત દર્શાવી હતી. ભારતીય હોકી ટીમે 7 મી, 16 મી મિનિટ અને 57 મી મિનિટે ગોલ કર્યા હતા.

આ પહેલા આજે પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુએ ચીનની બિંગજિયાઓને 21-13, 21-15થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગ ઝિયાઓ સામે મેચ જીતી ગઈ છે. વિશ્વની નંબર -7 સિંધુને આ મેચ જીતવામાં કોઈ સમસ્યા નહોતી નડી અને તેણે આ મેચ માત્ર 52 મિનિટમાં જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન