બહારનો ટોમેટો કેચઅપ ખાવાની આદત છે? તો ચેતી જાજો નહિં તો... - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • બહારનો ટોમેટો કેચઅપ ખાવાની આદત છે? તો ચેતી જાજો નહિં તો…

બહારનો ટોમેટો કેચઅપ ખાવાની આદત છે? તો ચેતી જાજો નહિં તો…

 | 3:02 pm IST

આપણે લારી, રેસ્ટોરાં કે હોટલમાં જે ટોમેટો કેચઅપને આંગળીથી ચાટીને સ્વાદ માણીએ છીએ. તે સ્વાસ્થ્ય માટે કેટલો સુરક્ષિત છે, તેનો ખ્યાલ છે ખરો ? ના ! તો હવે ટોમેટો કેચઅપ ખાતાં પહેલાં થોડું વિચારજો. કારણકે, ટોમેટો કેચઅપને લાંબા સમય સુધી સાચવવા તેમાં વધુ પ્રમાણમાં નાંખવામાં આવતાં સોડિયમ બેન્ઝોઇટ, કલર અને પ્રિઝર્વેટિવ્સથી કેન્સર જેવી જીવણેલ બીમારી પણ થઈ શકે છે. પહેલાં તો ફૂડ સેફ્ટી શું છે? તે જાણવું જરૃરી છે. ફૂડ સેફ્ટી એટલે ફાર્મથી ફોગ (ચમચી) સુધી થતી પ્રક્રિયા દરમિયાન જે કાળજી લેવામાં આવે છે, તેને ફૂડ સેફ્ટી કહે છે. ખાસ કરીને ત્રણ જાતના જોખમ ફૂડને અનસેફ બનાવે છે, જેમાં ફિઝિકલ હેઝાર્ડ, કેમિકલ હેઝાર્ડ અને બાયોલોજિકલ હેઝાર્ડનો સમાવેશ થાય છે.

ફિઝિકલ હેઝાર્ડ
ફાર્મ લેવલ પર જ્યારે પ્રોસેસ થતો હોય ત્યારે તેમાં ખાતરમાં માટી કે કાંકરા આવતાં હોય છે. પછી ફેક્ટરીમાં આવે છે ત્યારે કાચની બોટલમાં ભરતી વખતે ફેક્ટરીનો કોઈ પાર્ટસ કે કાચનો ટૂકડો અંદર રહી જાય છે. જ્યારે બન (પાઉં) બનાવતાં હોય છે, ત્યારે માચીસની દીવાસળી, બટન કે ચાંદલો આવી જાય એ બધાને ફિઝિકલ હેઝાર્ડ કહેવાય છે. તેનાં કારણે ખોરાક જોખમી બની જાય છે.

કેમિકલ હેઝાર્ડ
કેમિકલ હેઝાર્ડ કેવી રીતે ફૂડમાં આવે છે, તે જાણવા જેવું છે. સૌથી પહેલાં તો શાકભાજી કે ફળ માટે વપરાતાં કેમિકલ પેસ્ટિસાઇડ જવાબદાર છે. જેટલાં પ્રમાણમાં નાંખવા જોઈએ તેનાંથી વધુ નાંખે છે. પછી આ ફળ કે શાકભાજી સીધા બજારમાં વેચવા માટે આવે છે. જે બરાબર ધોવાતા નથી. દૂધાળા ઢોર જે ખેતરમાં ચરતાં હોય છે, તે ઘાસચારામાં પણ એટલાં બધા કેમિકલ્સ હોય છે, તે જ દૂઘમાં આવતાં હોય છે. બીજા હોય છે ફૂગ. જે ટોક્સિન્સ પ્રોડયુસ કરે છે. ઘાસ અને બટાકામાં અને ખાસ કરીને તેલીબિયાં હોય છે. જેમ કે, ગ્રાઉન્ડ નટ્સ, મેઝ અને ઘઉં આ બધી વસ્તુઓમાં ફૂગ લાગી જતી હોય છે. જો યોગ્ય વાતાવરણમાં સ્ટોર ન કર્યા હોય અને થોડાં ભીના રહી ગયા હોય તો તરત ફૂગાઈ જાય છે અને તેમાંથી જે પ્રોડયુસ થતું હોય છે આલ્ફન ટોક્સિન કરીને તેનાંથી તો કેન્સર થવાનો પણ ભય રહે છે. આ ઘણું સામાન્ય છે. ભારતમાં બધી રેશનિંગની દુકાનોમાં મળતું અનાજ કેટલું સેફ છે, તે સૌથી મોટો પ્રશ્ન છે. એટલે, લોકો બીમાર પડતાં હોય છે. ફૂડ હોવા છતાં જે ખાય છે, તે સેફ નથી. તેની કાળજી એટલી લેવાતી નથી.

બોયોલોજિકલ હેઝાર્ડ
ટોમેટાનું કેચઅપ બની રહ્યું છે. હવે તેમાં કેટલું સોડિયમ બેન્ઝોઇટ પડવું જોઈએ, તેનું સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. ૧ કિલો ટોમેટો કેચઅપમાં ૩૫૦ મિલિગ્રામથી વધુ ન હોવું જોઈએ, પણ લોકો લાંબા ગાળા સુધી રહે તે માટે વધારે પ્રમાણમાં નાંખતાં હોય છે. કોઈપણ કલર કે પ્રિઝર્વેટિવ વધારે લેવામાં આવે તો તેનાંથી કેન્સર થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત દૂધ વધારે મેળવવા પશુઓને હોર્મોનલ ઇન્જેક્શન આપવામાં આવે છે. જેની અસર પશુના દૂધના માધ્યમથી માણસમાં આવે છે. જેની આડઅસરના કારણે બાળકોમાં પુખ્તતા વહેલી અને વધારે પ્રમાણમાં આવે છે. પશુઓને એન્ટિ બાયાટિક્સ આપવામાં આવે છે, તે પણ દૂધમાં આવે છે અને સાથે મીટ પણ અનસેફ થઈ શકે છે. તેવી જ રીતે પોલ્ટ્રી ફાર્મમાં મરઘીને ઇન્જેક્શન આપી ઈંડા મેળવવામાં આવે છે, જે ઈંડામાં સેલ્મેનેલા નામનો વાઇરસ હોય છે. જેનાંથી એગ્ઝને લગતાં રોગ થઈ શકે છે.