Tomato Price goes up to Rupees 300 per Kilogram in Pakistan after 370
  • Home
  • Featured
  • પાકિસ્તાનમાં મચ્યો હાહાકાર, ભારત સાથે વ્યાપાર બંધ કરતા ટામેટા રૂ. 300ના કિલો થયા

પાકિસ્તાનમાં મચ્યો હાહાકાર, ભારત સાથે વ્યાપાર બંધ કરતા ટામેટા રૂ. 300ના કિલો થયા

 | 4:17 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન રીતરસનું ધુંધવાઈ ગયું છે. આ બોખલાહટમાં આવીને તેને ભારત સાથેના વ્યાપાર સંબંધો તોડી નાખ્યા છે. પરંતુ હવે ખુદ પાકિસ્તાને જ તેના માઠા પરિણામો ભોગવવા પડી રહ્યાં છે. ભારતીય ખેડૂતો અને વ્યાપરીઓએ પાકિસ્તાનને પોતાના માલ-સામનની નિકાસ કરવાનો ઈનકાર કરી દીધો છે. સાથે જ સરકારે તો પહેલાથી જ કસ્ટમ ડ્યૂટી વધારીને 200 ટકા કરી દીધી છે. જેના કારણે પહેલાથી જ કંગાળ પાકિસ્તાનમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. 

પાકિસ્તાનમાં પહેલાથી જ મોંઘવારીએ માંઝા મુકી છે ત્યારે હવે ટામેટાના ભાવ પણ લાલચોળ થયા છે. ટામેટાના ભાગ વધીને 300 રૂપિયે કિલો થઈ ગયા છે. 

પાકિસ્તાનને સૌથી વધારે ફળો અને શાકભાજી સપ્લાઈ કરનારી આઝાદપુર બજારમાં વ્યાપારીઓએ માલ સામાન ના મોકલવાનો ભારતના વ્ય્યાપારીઓએ નિર્ણય લીધો છે. ટામેટા વ્યાપાર સંઘના પ્રેસિડેંટ અશોક કૌશિકના જણાવ્યા પ્રમાણે, અટારી-વાઘા બોર્ડરથી દરરોજ 75થી 100 ટક ટામેટા પાકિસ્તાનમાં મોકલવામાં આવતા હતાં, પરંતુ 370ની ઘટના બાદ પાકિસ્તાનના વલણને લઈને ટ્રેડર્સે પોતાનો માલસામાન રોકી દીધો છે. તો બીજી બાજુ ફળો, શાકભાજી,  કપાસ, દોરાના વ્યાપારીઓએ પણ આ રસ્તેથી જતા માલને લઈને બુકિંગ બંધ કરી દીધા છે.

બંને દેશો વચ્ચે વ્યાપારીક સંબંધોનો અંત આવતા સૌથી વધુ અસર ટામેટા પર પડી રહી છે. ટામેટા લાલચોળ થયા છે અને રૂપિયા 300 રૂપિયો કિલો થયા છે. તેવી જ રીતે બટાટા અને મોટા ભાગના શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્ય્યા છે. લગભગ મોટા ભાગની શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે.

પાકિસ્તાનમાં બટાટાના ભાવ વધીને 30 થી 35 રૂપિયા કિલો થયા છે જ્યારે પહેલા તે માત્ર 10 થી 12 રૂપિયા હતાં. આમ બટાટાના ભાવમાં તો 3 ઘણો વધારો થયો છે. તેવી જ રીતે તુરિયા અને કાંકડીના ભાગ 80 રૂપિયા થઈ ગયા છે. દૂધી, અને ટિંડોળાના ભાગ પણ વધીને 60થી 80 રૂપિયા થયા છે, જે પહેલા માત્ર 40 રૂપિયા હતાં. જ્યારે શિમલા મરચુ 80, ભિંડાએ તો સદી ફટકારી દીધી છે. પાકિસ્તાનમાં ભિંડાના ભાવ 120 રૂપિયા કિલો થયા છે. આ અગાઉ પુલવામા હુમલા દરમિયાન પણ ભારતે પાકિસ્તાન સાથે વ્યાપાર અટકાવી દીધો હતો જેના પગલે પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આશમાને પહોંચ્યા હતાં.

આમ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાને લઈને પાકિસ્તાને લીધેલા મુર્ખામીભર્યા નિર્ણયના કારણે તેના જ નાગરિકોને વેઠવાનો વારો આવ્યો છે. જો પાકિસ્તાનના વડાપ્રધાન તત્કાળ આ નિર્ણય પાછો નહીં ખેંચે તો પોતે જ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન