Sarvapitri Amavasya Preparation and the method of Mahalay Shraddha
  • Home
  • Astrology
  • આવતી કાલે સર્વ પિતૃ અમાસ, 38 વર્ષ પછી રચાશે દુર્લભ સંયોગ, મહાલય શ્રાદ્ધથી કરો પૂર્ણાહૂતિ

આવતી કાલે સર્વ પિતૃ અમાસ, 38 વર્ષ પછી રચાશે દુર્લભ સંયોગ, મહાલય શ્રાદ્ધથી કરો પૂર્ણાહૂતિ

 | 8:40 am IST

ભાદરવા વદ અમાસ એ પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે કોઈ પિતૃ કે જેનું શ્રાદ્ધ રહી ગયું હોય તેનું શ્રાદ્ધ કરી શકાય છે. તેથી જ તેને સર્વપિતૃ અમાસ કહેવાય છે. આ વખતે 17 સપ્ટેમ્બરે પિતૃપક્ષ, મહાલયની પૂર્ણાહુતિ થશે. તે સાથે જ શ્રાદ્ધપક્ષ પૂર્ણ થઈ જશે. શાસ્ત્રોમાં આ અમાસને મોક્ષદાયિની અમાસ કહેવામાં આવે છે.

17 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ સર્વ પિતૃ અમાસના દિવસે ગ્રહ-નક્ષત્રોનો શુભ યોગ બની રહ્યો છે. આ વર્ષે 38 વર્ષ બાદ આ ઘટના બની રહી છે. જ્યારે પિતૃ અમાસના દિવસે સૂર્ય રાશિપરિવર્તન કરીને કન્યા રાશિમાં આવી રહ્યો છે. પિતૃ પર્વ ઉપર સૂર્ય સંક્રાતિ હોવાથી અનેક શુભ સંયોગ બની રહ્યા છે. આ પહેલાં આ સંયોગ 1982માં બન્યો હતો અને હવે 19 વર્ષ પછી ફરી બનશે.

ઉપનિષદોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ આખું વર્ષ સંતુષ્ટ થઇ જાય છે. આ પહેલાં આવો સંયોગ 17 સપ્ટેમ્બર 1982માં બન્યો હતો. હવે 17 સપ્ટેમ્બર 2039માં આ સંયોગ બનશે જ્યારે પિતૃ અમાસ ઉપર સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે.

આ વર્ષે સર્વ પિતૃ અમાસ ઉપર સૂર્ય અને ચંદ્ર બંને જ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે. આ ગ્રહ સ્થિતિ આ પર્વને વધારે શુભ બનાવી રહી છે. કેમ કે, પુરાણો પ્રમાણે આ નક્ષત્રમાં પિતૃઓના દેવતા અર્યમા રહે છે. એટલે આ વર્ષે ગ્રહ-નક્ષત્રોના વિશેષ સંયોગમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થઇ જાય છે.

સર્વ પિતૃ અમાસ તિથિ અને શ્રાદ્ધ મુહૂર્ત
સર્વપિતૃ અમાસની તિથિ – 17 સપ્ટેમ્બર 2020
અમાસની તિથિ આરંભ – 16 સપ્ટેમ્બરના રોજ સાંજે 07:56 મિનીટથી
અમાસની તિથિ સમાપ્ત – 17 સપ્ટેમ્બર 2020ના રોજ રાત્રે 04:29 મિનીટ સુધી
કુતુપ મૂહુર્ત – 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગીને 51 મિનીટથી બપોરે 12 વાગીને 40 મિનીટ સુધી
રોહિણ મુહુર્ત – બપોરે 12:40થી 1:29 મિનીટ સુધી
અપરાહન કાળ – બપોરે 1:29 મિનીટથી 3:56 મિનીટ સુધી

સર્વ પિતૃ અમાસના દિવસે તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ અને દાન કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થાય છે. વાયુ સ્વરૂપમાં ધરતી ઉપર આવેલાં પિતૃઓને આ દિવસે વિદાય આપવામાં આવે છે અને પિતૃ પોતાના લોક પાછા ફરે છે.

પદ્મ, માર્કંડેય અને અન્ય પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, આસો મહિનાની અમાસે પિતૃ પિંડદાન અને તિલાંજલિ ઇચ્છે છે. તેમને જો આ ન મળે તો તેઓ અતૃપ્ત થઇને જ જતાં રહે છે. તેનાથી પિતૃદોષ લાગે છે. મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કર્યા બાદ પણ અમાસના દિવસે જાણ્યા-અજાણ્યા છૂટી ગયેલાં તમામ પિતૃઓને શ્રાદ્ધ સાથે વિદાય આપવી જોઇએ. તેને મહાલય શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. એટલે તેને પિતૃઓની પૂજાનો ઉત્સવ એટલે પિતૃ પર્વ કહેવામાં આવે છે.

પિતૃઓની તૃપ્તિ માટે કરો બસ આટલું
તર્પણ અને પિંડ દાન કર્યા બાદ પુરોહિત કે બ્રાહ્મણને ભોજન કરાવો અને દક્ષિણા આપો. બ્રાહ્મણને દાન પણ કરી શકાય છે. દાનમાં ચોખા, દાળ, ખાંડ, મીઠું, મસાલા, કાચી શાકભાજી, તેલ અને સીઝનલ ફ્રુટ આપવાના હોય છે. બ્રાહ્મણ ભોજન બાદ પિતૃઓને ધન્યવાદ આપો અને જાણતા-અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગો. ત્યાર બાદ તમારા પરિવાર સાથે બેસીને ભોજન કરો.

આ વીડિયો જુઓ: જાણો કઇ રીતે પિતૃઓને કરશો તૃપ્ત અને કયા શાસ્ત્રોક્ત નિયમોનું રાખશો ધ્યાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન