#Me Tooના યુગમાં જાપાની મહિલાએ #Ku Tooની ઝુંબેશ શરૂ કરી - Sandesh
  • Home
  • World
  • #Me Tooના યુગમાં જાપાની મહિલાએ #Ku Tooની ઝુંબેશ શરૂ કરી

#Me Tooના યુગમાં જાપાની મહિલાએ #Ku Tooની ઝુંબેશ શરૂ કરી

 | 2:49 am IST

કાર્યસ્થળે ઊંચી એડીના ચંપલ પહેરવા માટે મજબૂર જાપાની મહિલાઓ આ નિયમને બદલવા માગે છે. ૩૨ વર્ષની એક અભિનેત્રી અને લેખિકા યુમિ ઈશિકાવાએ તેને માટે એક અભિયાન ચલાવ્યું છે જેને દ્બે ્ર્ર્ કહેવામાં આવી રહ્યું છે. જાપાની ભાષામાં જૂતા માટે શબ્દ કુત્સુ અને દર્દને કહેવાય છે કુત્સૂ. આ શબ્દને મી ટૂ જેમ કુ ટુ નામ આપવામાં આવ્યું છે. હજુ હમણાં જ લગભગ ૨૦ હજાર લોકોના હસ્તાક્ષરવાળી અરજી સરકારને સોંપવામાં આવી હતી. ઈશિકાવા કહે છે કે આ એક લૈંગિક ભેદભાવ છે.

ઊંચી એડીના પગરખાના પાંચ ખતરા

ઓસ્ટિયો-આર્થરાઈટિસ

શોધ અનુસાર ઊંચી એડીવાળી સેન્ડલો અથવા જૂતા પહેરવાથી ઘૂંટણો અથવા સાંધા પર દબાણ વધી જાય છે. આ અધ્યયન અનુસાર લગાતાર ઊંચી એડીના સેન્ડલ પહેરવાથી ઓસ્ટિયોઆર્થરાઈટિસનો ખતરો વધી જાય છે.

માંસપેશીઓમાં ખિંચાવ

ઊંચી એડીથી માંસપેશીઓમાં વધારે દબાણ આવે છે. લાંબા સમય સુધી હાઈ હીલ પહેરવાથી જાંઘની માંશપેસીઓ ખેચાય છે અને શિયાટિકા તથા બીજી બીમારીઓનું જોખમ વધે છે.

ઉપરના હિસ્સામાં દર્દ

કદને ઊંચા અને ચાલ અને ફિગરને આકર્ષક બનાવવા માટે પહેરવામાં આવનાર હાઈ હીલ ગર્દન સુધી પરેશાની આપી શકે છે. અસલમાં હાઈ હીલ્સને કારણે શરીરનું પ્રાકૃતિક સંતનલ વધી  જાય છે.

કમરમાં દર્દ

હાઈ હીલ્સને કારણે એડીના સાંધા અને ઘૂંટણોની ઉપરાંત કૂલાહાના  હાડકાઓ તથા કમરના હાડકાંઓ પર પણ દબાણ આવે છે. જો આવા  જૂતાનો લગાતાર ઉપયોગ કરવામાં આવે તો આ દર્દ કાયમી  ધોરણે રહી શકે છે.

ફ્રેક્ચર અને પ્લાસ્ટર

વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યાનુસાર ઘણા રિપોર્ટને આધારે નિષ્ણાતો એવું માની રહ્યાં છે કે જો લાંબા સમય સુધી ઊંચી એડીવાળા જૂતા અથવા સેન્ડલ પહેરવામાં આવે તો હાડકા તૂટી શકે છે અથવા તેમાં તિરાડ પડી શકે છે.

ઊંચી એડીના પગરખાં પહેરવા શુભ માનવામાં આવે છે

જાપાનમાં મહિલાઓ માટે કામ પર જવાનો સમયે ચહેરા પર મેકઅપ લગાડવો અને પગમાં ઊંચી એડીવાળા પગરખાં પહેરવા સારુ માનવામાં આવે છે. જાપાન સરકારને સોંપેલી અરજીમાં તેમણે ઓનલાઈન શરૂ કરી હતી. તેમનો વિરોધ એવી કંપનીઓની સામે છે જેમણે મહિલા સ્ટાફ માટે હીલ વાળા જૂતા પહેરવા ફરજિયાત કર્યા હતા. તેમની અરજી પર સુનાવણી કરવા બેઠેલી એક સંસદીય સમિતિમાં સામેલ સામાજિક અપેક્ષાઓનો પક્ષ લેતા હાઈ હીલ જૂતાની તરફેણમાં વાત કરી. તેમણે માન્યું કે કર્મચારીઓને સેહત અને સુરક્ષા તો જરૂરી છે પરંતુ કેટલાક વ્યવસાયમાં ઊંચી એડીના પગરખાં પહેરવા જરૂરી છે.જાન્યુઆરી મહિનામાં હીલ પર ચર્ચા ચાલી હતી જ્યારે ઈશિવારાએ ટ્વિટર પર સંદેશ લખીને પોતાની નોકરીમાં હીલનના પગરખા પહેરવાના નિયમ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તે એક કંપનીમા પાર્ટ ટાઈમ રિસેપ્સનિસ્ટનું કામ કરે છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે મને મારં કામ પસંગ છે પરંતુ હીલ્સ પહેરવી ગમતી નથી. જાપાની કાનૂનમાં જાતિય સમાનતાની ગેરન્ટી અપાઈ છે પરંતુ ઇશિવારા જેવા ઘણા લોકો લાંબા સમયથી સમાજમાં વ્યાપ્ત આદર્શો અંગે ફરીયાદ કરતા આવ્યાં છે.

ફક્ત મહિલાઓ માટે પુરુષો માટે કોઈ નિયમ નહીં

જાપાનમાં ઊંચી એડીના પગરખા માટેનો કોઈ નિયમ નથી. મોટાભાગના પુરુષો શર્ટ, ટાઈની સાથે સૂટ પહેરે છે. ઉનાળામાં ઘણી ઓફઇસોમાં કૂલ ડ્રેસકોડ છે જેમાં પુરુષો નાની બાંયના કપડા પહેરે છે અને ટાઈ પહેરવી પડતી નથી. તેઓ ઓફિસની અંદર બહારના જુતા બદલીને સેન્ડલ અથવા સ્લિપર જેવા આરામદાયક ફુટવિયર પહેરી શકે છે. વિશ્વ આર્થિક મંચની બરાબરી સૂચિ અનુસાર દુનિયાના ૧૪૯  દેશોમાં જાપાન ૧૧૦ મા નંબરે આવે છે. અમેરિકા, કેનેડા અને યુરોપની મહિલાઓએ પણ સમય પર કાર્યસ્થળ પર ડ્રેસ, મેકઅપ અને હાઈ હીલના પગરખાનો વિરોધ કર્યો હતો. ૨૦૧૬ માં બ્રિટને ઊંચી એડી વાળા જુતો અંગે નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ થોર્પ નામની મહિલાએ તેની સામે અભિયાન ચલાવ્યું હતું. તેની અરજીને ૫૦,૦૦૦ કરતા પણ વધારે લોકોએ ટેકો આપ્યો હતો.  એક સંસદીય સમિતિમાં સામેલ સામાજિક અપેક્ષાઓનો પક્ષ લેતા  હાઈ હીલ જૂતોની તરફેણમાં વાત કરી.

ઊંચી એડીની ફેશન ક્યાંથી આવી

ઊંચી એડીની ફેશન સદીઓથી ફક્ત મહિલાઓમાં જ નહી પરંતુ પુરુષોમાં પણ ચલણમાં રહી છે. ઈસા પૂર્વ ૪,૦૦૦ માં પ્રાચીન ઈજિપ્તના ગૂંબજોમાં બનેલી મ્યુરલ કળામાં પણ તેની તસવીર જોઈ શકાય છે.

હજુ હમણાં જ ઊંડી એડીના જૂતોનું પ્રચલન જાળવી રાખવાનું શ્રેય વેનિશ વેશ્યાઓ, બ્રિટનનો શાહી પરિવાર અને પેરિસના ડિઝાઈનરોને ફાળે જાય છે.

૧૬ મી સદીના અંતમાં ફારસના શાહ અબ્બાસ પ્રથમની પાસે દુનિયાની મોટી સેના હતી. તે પશ્ચિમ યુરોપના શાસકોની સાથે સંબંધન બનાવીને પોતાના દુશ્મન ઓટોમેન સલ્તનતને હરાવવા માગતો હતો. આ રીતે ફારસના લોકોની સાથે પર્શિયન સ્ટાઈલના જુતા યુરોપ પહોંચ્યા.

ટોરેન્ટોના બાટા શૂ મ્યુઝિયમના ક્યુરેટર એલિઝાબેથ સામેલહાકે હાઈ હીલની શરૂઆતના પુરાવાઓ ૯ મી સદીના ફારસ ઘોડેસવારોના જુતામાં મળ્યા હતા. જુતોમાં હિલ એટલા માટે જોડવામાં આવી જેથી કરીને ઘોડેસવાર તેનો પગ પેંગડામાં ઘુસડવામાં મદદ મળે.

ઈતિહાસના સૌથી ચર્ચિત જુતાના સંગ્રહકર્તાનું નામ આવે તો તેમાં ફ્રાન્સના ૫ ફૂટ, ૪ ઊંચના રાજા લુઈ-૧૪ અને આધુનિક કાળમાં ફિલિપાઈન્સની ફર્સ્ટ લેડી ઈમેલ્ડા માર્કુસનું નામ જરૂરથી નોધાશે.૧૯૬૦ અને ૭૦ ના દાયકામાં પુરુષો માટે કાઉબોય હિલ્સનું ચલણ હતું. આ સમયના ઘણા પોપસ્ટારોએ તેને લોકપ્રિય બનાવવા ફાળો આપ્યો.

હોલીવુડની મશહૂર અદાકારા મર્લિન મુનરોએ કહ્યું હતું કે હાઈ હીલનો આવિષ્કાર કોણે કર્યો તેની તો મને ખબર નથી  પરંતુ જેણે પણ કર્યું તેનો મહિલાઓ ઘણી આભારી રહેશે. હાઈ હીલનો આવિષ્કાર થયો નથી પરંતુ સમયની સાથે તે ચલણમાં આવતું ગયું અને બદલતું ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન