આ મહિલાનો પતિ તેને લઈ ગયો અમેરિકા, જ્યાં તેને પત્ની સાથે કર્યું કઈંક આવું - Sandesh
  • Home
  • Nri
  • આ મહિલાનો પતિ તેને લઈ ગયો અમેરિકા, જ્યાં તેને પત્ની સાથે કર્યું કઈંક આવું

આ મહિલાનો પતિ તેને લઈ ગયો અમેરિકા, જ્યાં તેને પત્ની સાથે કર્યું કઈંક આવું

 | 6:12 pm IST

ફરીદાબાદના પોલીસ સ્ટેશન સેક્ટર-31 વિસ્તાર સ્થિત આઈપી કોલોનીમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ અને અન્ય સાસરી પક્ષના લોકો પર યૂએસમાં લઈ જઈને દહેજ અને તલાક આપવાનો આરોપ લગાવતા ગુણો દાખલ કર્યો છે.

રહેવાશી અંકિતા વ્યવસાયે ડોક્ટોર છે. તેમજ તેમના લગ્ન સેક્ટર-28માં રહેતા સુજલ જૈન સાથે 7 ઓક્ટોબર 2014માં થયા હતા, જે યૂએસમાં એન્જિનિઅર છે. એવો આરોપ લગાવામાં આવ્યો છે સાસરી વાળા લગ્નના થોડાક દિવસ પછી કારની માંગણી કરી હતી અને દહેજને લઈને ત્રાસ આપતા હતા. થોડાક સમય પહેલાં તે પતિ સાથે યૂએસ ગઈ હતી, જ્યાં તેના પતિએ પોતાની બહેનને પણ બોલાવી દીધી હતી અને પીડિતાને ભારત પાછી મોકલી દીઘી હતી.

પિયર પક્ષ તરફથી દબાણને કારણે પીડિતાનો પતિ આગળના અભ્યાસ માટે તેને ફરીથી અમેરિકા લઈ ગયો હતો અને ઘરથી 70 કિમી દૂર એક યુનિવર્સિટીમાં એડમિશન કરાવ્યું હતું. તેના કારણે તેને હોસ્ટેલમાં રહેવું પડયુ હતું અને તેના પછી તેના પતિએ ખર્ચો આપવાનું બંધ કરી દીધું હતું.

તેમજ પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે તેના પછી તેના પતિએ યૂએસની કોર્ટમાં તલાકની નોટિસ મોકલી હતી, તેના પછી પિયર વાળા ફરીથી તેને ઘરે પાછી લઈ આવ્યા હતા. છેવટે પીડિતાએ કંટાળીને પોલિસમાં સાસરી પક્ષ વિરુધ્ધ નોંધાવ્યો હતો. મહિલા પોલિસે પીડિતાના પતિ સુજલ, સાસુ અને નણંદની સામે કેસ દાખલ કર્યો હતો.