''તૂટા જો કાબા કૌન સી યે જા-એ-ગમ હૈ શેખ, કુછ કસ્ત્ર-એ-દિલ નહિ કી બનાયા ન જાએગા.'' - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ”તૂટા જો કાબા કૌન સી યે જા-એ-ગમ હૈ શેખ, કુછ કસ્ત્ર-એ-દિલ નહિ કી બનાયા ન જાએગા.”

”તૂટા જો કાબા કૌન સી યે જા-એ-ગમ હૈ શેખ, કુછ કસ્ત્ર-એ-દિલ નહિ કી બનાયા ન જાએગા.”

 | 2:56 am IST

 

ટિન્ડરબોક્સઃ અભિમન્યુ મોદી

ઉપર શેક્સપીયરની કવિતા અને નીચેની શાયરી બંને એક જ વાત કહે છે શેક્સપીયર કવિતામાં આગળ જીવનની સાત અવસ્થાઓ વર્ણવે છે. સેવન એજીઝ ઇન વન સિંગલ લાઈફ્. (૧) નર્સના હાથમાં આવતું શિશુ, ભણવા માટે નિશાળે જતો (૨) વિદ્યાર્થી અને એ વિદ્યાર્થી અવસ્થામાં જ આવતી (૩) પ્રેમીની અવસ્થા, અને એના પછી (૪) સોલ્જર-સૈનિક-લડવૈયો, દેશની સરહદ ઉપર કે જિંદગીના અનેક નાના-મોટા પડાવોની ધાર ઉપર લડતો લડાકુ, જિંદગીના ચઢાવ-ઉતાર જોઈને ઠરીઠામ થતો જઈ રહેલો (૫) પરિપક્વ વ્યક્તિ-આધેડ અવસ્થા અને પછી બુઢ્ઢો થઇ જતો રહેલો (૬) વિદુષક જેવી સ્થિતિમાં આવી રહેલો પ્રૌઢ અને પછી ફ્રીથી ધ્રુજતો, જીર્ણ થઇ જતો વૃદ્ધ એટલે કે (૭) બાળાવસ્થા ફ્રીથી, દાંત વગર, વાળ વગર, સ્વાદ વિના, કોઈપણ ઇન્દ્રિય વિના-કશા પણ વિના. યે દુનિયા રંગમંચ હૈ, ઔર હમ….

…અને ખરેખર આખી દુનિયા એક રંગમંચ પુરવાર થાય છે. એક જ જિંદગીમાં કેટલા બધા રોલ નિભાવવા પડે છે. કેટલા બધા પાત્રો સવાર થાય છે આપણી ખુદની અંદર. સવારથી લઇને રાત પડે ત્યાં સુધી અમુક કિરદારો આપણને કઠપૂતળીની જેમ નચાવી જાય છે, અને બીજે દિવસે એનું પુનરાવર્તન અને એકાદ-બે નવા કેરેક્ટરનું આગમન. અને એ એક પાત્ર બીજા અનેક પાત્ર સાથે જોડાયેલું, એનાથી પ્રભાવિત, એનાથી અસરદાર. ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, સેઈમ કોઈ પાત્રનું સંપૂર્ણપણે નવેસરથી સર્જન શક્ય નથી, દરેક પાત્ર એ જેનાથી ઘેરાયેલો છે તે એ ચોતરફ્ના પાત્રોની અમુક સરેરાશ લઇને બેઠો છે. એની આજુબાજુના પાત્ર બદલાઈ ગયા, તો સમજો એ પાત્ર પણ બદલાઈ ગયું. જો એ પાત્ર એકલું છે તો એમને ઘેરેલી એકલતા તેમને સર્જે છે. પરિસ્થિતિઓ ઘટના સર્જે છે, અને રોજરોજ બનતી, થઇ જતી, રોકી ન શકાતી ઘટનાઓનો અર્ક રોજ ધીમેધીમે આપણામાં રેડાતો જાય છે. આપણે જે અત્યારે છીએ તે શું છીએ? જન્મથી લઇને અત્યાર સુધીની સારી-નરસી-સમ-વિષમ-અંકુશિત-અનિયંત્રિત-વહાલી-અણગમતી ઘટનાઓએ ટીપી ટીપીને ઘડેલું-સજાવેલું-બુઠ્ઠું કરી નાખેલું પાત્ર. અને એ પાત્રની ઘડામણ એની ચોપાસ રહેલા દરેક પાત્રના સંજોગોને આધીન થાય. કેટલું બધું વૈજ્ઞાનિક અને ગાણિતિક! નાનપણમાં થયેલી સેંકડો-હજારો ઘટનાઓમાંથી એક ઘટના પણ જો ન થઇ હોત કે એ થયેલી ઘટના બીજી રીતે થઇ હોત કે એક દિવસનો પણ જો લોપ હોત તો આજે અત્યારે આપણે એક્ઝેટલી જેવા છીએ એનાથી રતિભાર તો અલગ જ હોત. કારણ? સંજોગો સ્થિતિ પેદા કરે અને એ સ્થિતિઓ ભેગી થઇ પરિસ્થિતિનું નિર્માણ કરી ઘટના બનાવે અને એ ઘટનામાંથી માણસનો જન્મ થાય. જગત-માણસોથી ભરેલું, ખીચોખીચ. પણ, એ માણસો નથી કારણ કે અનેક પાત્રોએ દરેક માણસને ઘેરી લીધો છે. કોઈપણ એક સમયે, ફ્રજિયાત, મીનીમમ, એક પાત્ર ભજવવું માણસ માટે ફ્રજિયાત છે. પાત્રાલેખન કોઈ વિધાતા નથી કરતું, પણ આજુબાજુ રહેલા અઢળક પાત્રો કરે છે અને એમાંથી સર્જાતો પાત્રાપ્રવેશ દરેક માણસ માટે ફ્રજિયાત છે. પાત્રાંત એટલે કે પાત્રનો અંત શક્ય નથી, ઊર્જાની જેમ જ, પાત્રનું એકમાંથી બીજામાં રૂપાંતરણ માત્ર થાય છે. હા, પાત્રમુક્તિ જરૂર થાય છે એટલે કે બધા જ પાત્રોમાંથી છુટકારો. જ્યારે હથેળી અધખુલી રહી જાય છે, અને કોરીધાક આંખો સામે કશું દેખાતું નથી, સ્વજનોના રડવાના અવાજ પણ ત્યારે સંભળાતા નથી. માનવો અને મનુષ્યેતર સજીવો વચ્ચે આ બોલી અને બુદ્ધિ સિવાય, કદાચ મોટો ર્ફ્ક આ એક જ છે. દરેક માણસે આખા જીવનકાળ દરમિયાન અનેક પાત્રો ભજવવા પડે છે, અને જાનવર મોનોટોનસ લાઈફ્ કાઢી નાખે છે.

વિષ્ણુ વામન શિરવાડકર. તખલ્લુસઃ કુસુમાગ્રજ. આઝાદી પહેલા અને આઝાદી પછી અપ્રતિમ સાહિત્ય સર્જનાર મરાઠી સાહિત્યકાર. ભારતના સાહિત્યનું નોબેલ ગણાતો એવોર્ડ એટલે કે જ્ઞાનપીઠ વિજેતા શિરવાડકરે એક અદ્દભુત નાટક લખેલું, નામ એનું: ”નટસમ્રાટ”. સુપર ડુપર બ્લોકબસ્ટર મરાઠી નાટક નટસમ્રાટના હજારો શો થયા. હા, હજારો શોઝ! અનેક ભાષાઓમાં ભજવાયા, અનેક કલાકારોએ વર્ષો સુધી આ નાટક ભજવ્યું. હકીકતમાં, આ નાટકના મૂળ ‘ઓલ ટાઈમ ગ્રેટેસ્ટ’ શેક્સપીયરના ‘કિંગ લીઅર’માં પડેલા છે.

(કિંગ લીઅરના મુળિયા પણ રોમનકાળ પહેલાની માયથોલોજીમાં!) ત્રણ દીકરીઓનો બાપ એવો રાજા લીઅર એમનું સમસ્ત સામ્રાજ્ય મસ્કાખોર એવી બે છોકરીઓને આપી દે છે, અને રાજાની પછી જે પડતી શરૂ થાય છે, તેનું ક્લાસિક વર્ણન. મૂળતત્ત્વ એ જ, નટસમ્રાટનું, પણ એકદમ ભારતીય, પૂરું મરાઠી અને સાવ પોતીકું. મહાન કલાકાર શ્રીરામ લાગુએ મૂળ મરાઠી નાટક નટસમ્રાટમાં મુખ્ય પાત્ર ભજવેલું, ગણપત રામચંદ્ર બેવાલકરનું એટલે કે ખુદ નટસમ્રાટનું. આટલા વર્ષો જૂનું નાટક, નટસમ્રાટનું ફ્લ્મિ સ્વરૂપ આવ્યું, નાના પાટેકરને લઇને, એ જ નામ સાથે : નટસમ્રાટ. અને એ જોયા પછી ભીની આંખે કહેવું પડે એમ છે કે, આ ફ્લ્મિ, ફ્લ્મિસમ્રાટ છે. ફિલ્મ ૨૦૧૬ના પહેલા અઠવાડિયામાં રિલીઝ થયેલી. હવે એજ નામની ફિલ્મ ગુજરાતીમાં પણ આવી છે.

(શિર્ષકમાં કસ્ત્ર-એ-દિલ= દિલ કા મહલ)

facebook.com/abhimanyu.modi 7