કયો નેતા છે સૌથી માલામાલ? જાણો ચૂંટણીમાં ઉભા રહેલા ટોપ-10 કરોડપતિ ઉમેદવારો - Sandesh
NIFTY 10,407.20 +28.80  |  SENSEX 33,855.44 +80.78  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • કયો નેતા છે સૌથી માલામાલ? જાણો ચૂંટણીમાં ઉભા રહેલા ટોપ-10 કરોડપતિ ઉમેદવારો

કયો નેતા છે સૌથી માલામાલ? જાણો ચૂંટણીમાં ઉભા રહેલા ટોપ-10 કરોડપતિ ઉમેદવારો

 | 12:05 pm IST

રાજ્યમાં ચૂંટણી દંગલ જામ્યું છે અને બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે એક નજર કરીએ ટોપ 10 ધનિક ઉમેદવારો પર. સૌથી ધનિક ઉમેદવારોમાં પહેલું નામ છે પંકજ પટેલનું. 231 કરોડની સંપત્તિ સાથે અમદાવાદ જિલ્લાની દસક્રોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પંકજ પટેલ પહેલા સ્થાન પર છે. તો 141 કરોડની સંપત્તિ સાથે રાજકોટ વેસ્ટના સીએમ વિજય રૂપાણીની સામે લડી રહેલાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ બીજા સ્થાન પર છે.

123 કરોડની સંપત્તિ સાથે ભાવનગર જિલ્લાની બોટાદ બેઠકના ભાજપના ઉમેદવાર સૌરભ પટેલ ત્રીજા સ્થાન પર છે. સુરેન્દ્રનગર જીલ્લાની વઢવાણ બેઠકના ભાજપના ઉમેદવાર ધનજી પટેલ 113 કરોડ સંપત્તિ સાથે ચોથા ક્રમ પર છે. તો જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલ 109 કરોડની સંપત્તિ સાથે પાંચમાં ક્રમ પર છે. તેમની સંપત્તિમાં સોનું વાહનો અને રોકડનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લાની માણાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જવાહર ચાવડા 103 કરોડની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમ પર છે. તો દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેક 88 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનવાન ઉમેદવારોની યાદીમાં સાતમા ક્રમ પર છે. કચ્છની રાપર બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવાર સંતોકબેન અરેઠીયા 82 કરોડની સંપત્તિ સાથે આઠમા ક્રમ પર છે. તેઓ આ બેઠક પરથી પહેલીવાર ઉમેદવાર બન્યા છે. બનાસકાંઠાની ધાનેરા બેઠકના ભાજપના ઉમેદવાર માવજી દેસાઇ 74 કરોડની સંપત્તિ સાથે નવમા ક્રમ પર છે. તો વડોદરાની ડોભાઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિધ્ધાર્થ પટેલ 73 કરોડની સંપત્તિ સાથે ટોચનાં ધનવાનોની યાદીમાં દસમાં ક્રમ પર છે.