Top 5 Game Changer central schemes of PM Modi to win 2019 Lok Sabha Elections
  • Home
  • Featured
  • નરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી

નરેન્દ્ર મોદીની આ 5 મોટી યોજના જે 2019માં પલટી શકે છે બાજી

 | 10:45 am IST

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ અનૌપચારીક રીતે દેશમાં 2019ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ જશે. 2014માં વિરોધ પક્ષમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહ્હુમત સાથે દેશની પહેલી બહુમતિ ધરાવતી ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. હવે પોતાનો પહેલો કાર્યકાળ પુરો કરી રહેલા નરેન્દ્ર મોદી ફરી એકવાર બીજા કાર્યકાળ માટે જનતા વચ્ચે જશે.

આગામી લોકસભાની ચૂંટણીમાં પાર્ટી પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લાગુ કરવામાં આવેલી યોજનાઓ અને કામોના આધારે સત્તામાં યથાવત રહેવાનો પ્રયાસ કરશે. કેન્દ્ર સરકારની પાંચ એવી યોજનાઓ છે જેના આંકડાઓ પર નજર કરવામાં આવે ભાજપ 2019માં ફરી એકવાર સત્તામાં પાછી ફરી શકે છે.

મુદ્રા યોજના

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત નોન બેંકિંગ ફાઈનાંશિયલ કંપની અને માઈક્રો ફાઈનાંસ ઈન્સ્ટીટ્યૂશન દ્વારા નાના અને મધ્યમ વ્યાપારીઓને કોઈ જ પ્રકારની સિક્યૂરિટી વગર લોન આપવાની જોગવાઈ છે. આ લોન નોન એગ્રીકલ્ચર સેક્ટરમાં નાના વ્યાપારીઓને પ્રોત્સાહન આપવા રોજગાર વધારવા માટે આપવામાં આવે છે. આ યોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 એપ્રિલ 2015માં લોંચ કરી હતીએ અને જેને અંતર્ગત અત્યાર સુધીમાં 5.71 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ યોજનાનો લાભ ત્રણ જ વર્ષમાં 12.27 કરોડ લોકોને આપવામાં આવ્યો છે જેમાં 3.49 કરોડ લાભાર્થીઓએ નવો વ્યાપાર શરૂ કર્યો છે.

ઇજ્જ્વલા

પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા 5 કરોડ પરિવારોને કોઈ પણ પ્રકારની સિક્યોરિટી રકમ વગર એલપીજી કનેક્શન આપવાની જોગવાઈ છે. આ યોજના લોંચ થયા બાદ 5 કરોડ પરિવારોને તેનો લાભ આપવાનું લક્ષ્યાંક માત્ર 28 મહિનામાં જ પુરૂ કરી લેવામાં આવ્યું જે એક રેકોર્ડ છે. ત્યાર બાદ ચાલુ નાણાંકિય વર્ષ દરમિયાન આ યોજનાનું લક્ષ્યાંક 8 કરોડ પરિવારને લાભ આપવાનું કરી દેવામાં આવ્યું છે અને કેન્દ્રીય બજેટમાંથી આ યોજના માટે 12,800 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આવાસ

ગ્રામીણ વિસ્ત્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશના તમામ પરિવારો માટે 2022 સુધીમાં ઘરના ઘરની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 20 નવેમ્બર 2016ના રોજ લોંચ કરવામાં આવી અને 2022 સુધીમાં 2.92 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ યોજનાના પહેલા તબક્કામાં 31 માર્ચ 2019 સુધીમાં 1 કરોડ પાક્કા મકાનો બનાવવાનું લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે નાણાંકિય વર્ષ 2014-15થી 2017-18 સુધી ગ્રામીણ વિસ્તારમાં કુલ 1.07 કરોડ પાકા મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી 38.20 લાખ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અને બાકીના મકાનો ઈંદિરા આવાસ યોજના અંતર્ગત બન્યા છે.

શૌચાલય

વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનને 2 ઓક્ટોબર 2014ના રોજ લોંચ કર્યુ અને 2 ઓક્ટોબર 2019 સુધી આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પૂર્વ સ્વચ્છતાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ પરિવારોના ઘરમાં શૌચાલય બનાવવા માટે 12,000 કરોડ રૂપિયા આપવાની જોગવાઈ છે. આ રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ધારીત કરવામાં આવેલા એક ફોર્મ્યુલા અંતર્ગત આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આંકડા અનુંસાર 31 ઓગષ્ટ 2018 સુધી 88.9 ટકા ગ્રામીણ વિસ્તારમાં શૌચાલયનું બાંધકામ પુરૂ કરી લેવામાં આવ્યું છે. યોજનાને 20014માં લોંચ કરવામાં આવ્યા બાદથી લઈને અત્યાર સુધીમાં 7.94 કરોડથી વધારે શૌચાલયનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ નિર્માણ 19 રાજ્યોના 419 જીલ્લામાં 4.06 લાખ ગામડાઓમાં કરવામાં આવ્યું છે અને આ ગામડાઓને ખુલામાં શૌચક્રિયાથી મુક્ત બનાવવામાં આવ્યા છે.

જનધન

પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત સમાજના નબળા વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિજનોને બેંકિંગ સુવિધા પુરી પાડવાની જોગવાઈ છે. આ યોજના અંતર્ગત ગરીન નાગરિકોને સેવિંગ બેંક એકાઉટની સાથો સાથ લોન લેવી, પૈસા ટ્રાંસફર કરવા, વિમા અને પેંશન જેવી સુવિધાઓ સાથે પણ જોડવામાં આવી છે. કેન્દ્ર સરકારના તાજેતરના આંકડા અનુંસાર દેશમાં 32.41 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતામાં કુલ જમા 81,200 કરોડથી વધારે છે. જનધન અંતર્ગત ખોલવામાં આવેલા ખાતામાં 53 ટકા ખાતા મહિલાઓના નામે છે જ્યારે 59 ટકા ખાતા દેશના ગ્રામીણ વિસ્તારો અને ગામડાઓમાં ખોલવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત સરળતાથી ટ્રાંજેક્શન કરવા માટે જનધન ખાતા પર 24.5 કરૉડ રૂપે કાર્ડ પણ આપવામાં આવ્યા છે.