Top 5 Players have most Highest Run in IPL History
  • Home
  • Sports
  • Cricket
  • IPLના ઇતિહાસમાં આ ખેલાડીઓએ બનાવ્યા છે સૌથી વધુ રન, ભારતનો છે દબદબો

IPLના ઇતિહાસમાં આ ખેલાડીઓએ બનાવ્યા છે સૌથી વધુ રન, ભારતનો છે દબદબો

 | 3:52 pm IST

ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની 12મી સીઝન 23મી માર્ચે શરૂ થવા જઈ રહી છે. જેના માટે દરેક ટીમ તૈયારી કરી રહી છે. આ લીગમાં દુનિયાના સ્ટાર બેટ્સમેન ભાગ લે છે. પરંતુ જો આઈપીએલની વાત કરીએ તો સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ભારતનો દબદબો છે. તો આવો જાણીએ IPLમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 બેટ્સમેન વિશે…

સૌથી પહેલા વાત કરીએ રોબિન ઉથપ્પાની જેને અત્યાર સુધી IPLમાં 165 મેચ રમ્યા છે અને કુલ 4086 રન બનાવ્યા છે. તેઆ આ યાદીમાં પાંચમાં નબરે આવે છે. 2014માં તેને કેકેઆર સાથે શરૂઆત કરી હતી ત્યાર બાદ તેઓ મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પુણે વોરિયર્સ(હવે ફ્રેન્ચાઇઝી નથી) સાથે જોડાયો હતો. રોબિન ઉથપ્પાના નામે 23 અડધી સદી છે.

ચોથા નંબર પર છે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર. તેને 154 મેચ રમ્યા છે અને કુલ 4217 રન ફટકાર્યા છે. તેને દિલ્હી ડેયરડેવિલ્સ(હવે દિલ્હી કેપિટલ્સ) ટીમ હેઠળ સતત 3 સીઝન રમી હતી. તેના પછી તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ(કેકેઆર) સાથે જોડાયો હતો અને 2012 અને 2014માં તેની ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેને 36 અડધી સદી ફટકારી છે.

મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન રોહિત શર્મા આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેને IPLના 173 મેચોમાં કુલ 4493 રન બનાવ્યા છે. શરૂઆતમાં રોહિતે 3 સીઝન ડેક્કન ચાર્જર્સ ટીમ સાથે રમી અને આ ટીમે 2009માં ટ્રોફી પણ જીતી હતી. રોહિત 2011માં મુંબઈ ટીમ સાથે જોડાયો અને 2013માં મુંબઈ પહેલીવાર ચેમ્પિયન બની. ત્યારે બાદ 2015 અને 2017માં મુંબઈની ટીમે રોહિતની કપ્તાની હેઠળ IPL ટ્રોફી જીતી હતી. તેના નામે 34 અડધી સદી છે.

લિસ્ટમાં બીજું નામ છે વિરાટ કોહલીનું જે રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) ટીમનો કપ્તાન છે. તેને 163 મેચોમાં કુલ 4948 રન બનાવ્યા છે. IPLમાં કોહલીએ 4 સદી અને 34 અડધી સદી ફટકારી છે. જોકે તેમ છતા કોહલીની ટીમ ક્યારે IPL ટ્રોફી જીતી શકી નથી.

લિસ્ટના ટોપ લેવલની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ(સીએસકે)ના સુરેશ રૈનાનું નામ આવે છે. જેને IPLમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેને 176 મેચોમાં 4985 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 35 અડધી સદી છે. રૈનાએ 2016 અને 2017માં ગુજરાત લોયન્સ ટીમની કપ્તાની કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન